ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનનાં સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં (BAOU) કશ્યપ સભાગૃહ (Kashyap Hall) ખાતે “વંદેમાતરમ્’ (Vande Mataram) રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત થઈ. દેશનાં ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ ના (Vande Mataram) 150 વર્ષ (150 Years) પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘વંદે માતરમ્’ (Vande Mataram) સપ્તાહની યાત્રાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં (BAOU) યોજાયો ‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષનો ઉત્સવ
રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંકલન હેઠળ ‘વંદે માતરમ્’ના ગીતના (Vande Mataram) 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં “વંદે માતરમ્ સપ્તાહ”ની (Vande Mataram Saptah) ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઐતિહાસિક અવસરે રાજ્યના છ મુખ્ય શહેરોની યુનિવર્સિટીઓના સહયોગથી વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વંદે માતરમ્ સપ્તાહનો (Vande Mataram Saptah) પ્રારંભ 5 જુલાઈને મંગળવારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદથી (BAOU) કરાયો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના (BAOU) કુલપતિ અમીબેન ઉપાધ્યાયે આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં “વંદેમાતરમ સપ્તાહ યાત્રા” (Vande Mataram Saptah Yatra) માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું વંદે માતરમ, (Vande Mataram) જેની રચના 1875માં રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી, તે એક ગીત માત્ર નથી. તે રાષ્ટ્રની ચેતના, સંસ્કૃતિ અને સર્વોત્કૃષ્ટ દિવ્ય સ્વરૂપ ભારત માતાની ઊર્જાનું પ્રેરક પ્રતીક છે.

‘વંદે માતરમ’ ના (Vande Mataram) 150 વર્ષના સાર્ધ શતાબ્દી ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત પુણેના (Pune) સંશોધક મિલિંદ સબનીસ અને તેમની ટીમે વંદે માતરમની (Vande Mataram) ઉત્પત્તિથી આજ સુધીની યાત્રાને ઓડિયો-વિઝ્યુઅલ નાટ્યરૂપક દ્વારા જીવંત કરી દીધી હતી. ઈન્દ્રધનુષ કેન્દ્રના બાળકોએ રજૂ કરેલા “પૂર્ણ વંદે માતરમ્”નું ભાવપૂર્ણ ગાયનથી સમગ્ર સભાગૃહનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમમય બની ગયું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ પ્રા. હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિ પટેલે પોતાના ઉદ્બોધન દરમિયાન કહ્યું કે, “રાષ્ટ્રધર્મ: પરમોધર્મ:” ના સૂત્ર સાથે આરંભાયેલી આ યાત્રા સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય ચેતનાનો પ્રવાહ વહાવશે અને આવનારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે નવી પેઢીને સંકલ્પબદ્ધ કરશે. તેમણે આગળ કહ્યું, “વંદે માતરમ (Vande Mataram) માત્ર ભૂતકાળનો વારસો નથી; તે ભવિષ્યના ભારત માટે પ્રેરણાનો દિપક છે. વંદે માતરમ (Vande Mataram) એ આદર્શ ભારત 2047 માટે માર્ગદર્શક ધ્રુવ તારક સમાન છે, જે આપણને એકતા, સમરસતા અને આધ્યાત્મિક રાષ્ટ્ર ચેતના તરફ દોરી જાય છે.”

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં (BAOU) કુલપતિ પ્રો. ડૉ. અમીબહેન ઉપાધ્યાય તેમજ પુણેથી સંશોધક મિલિંદ સબનીસ રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિબેન પટેલે તેમજ ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના ડૉ. હિતેશભાઇ પટેલ તેમજ પ્રા. ચિરાયુ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની (BAOU) વિદ્યાલક્ષી વિવિધ કામગીરી વિશે દસ્તાવેજી માહિતી આપવામાં આવી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો