- રાજ્યસભામાં આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન માટેનું બિલ પસાર થયું.
- લોકસભામાં પહેલા જ આ બિલ પસાર થઈ ચુક્યું છે.
- આયુર્વેદ ઉપચાર પદ્ધતિના શિક્ષણ અને સંશોધન માટે સંસ્થા બનાવાશે
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં અધ્યાપન અને સંશોધન માટે સંસ્થા
સંસદના ચોમાસુ સત્રમાં આજે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિમાં અધ્યાપન અને સંશોધન માટે એક રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું.
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં અધ્યાપન અને સંશોધન બિલ શું છે ?
આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર આયુર્વેદિક ઉપચાર પદ્ધતિમાં અધ્યાપન અને સંશોધન માટે સંસ્થાની સ્થાપના કરવાની તથા આ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાનો દરજ્જો આપવાની નેમ ધરાવે છે.
બિલમાં અન્ય કયો પ્રસ્તાવ છે
આ બિલમાં ગુજરાતના જામનગરમાં આવેલી ત્રણ આયુર્વેદિક સંસ્થાઓનું વિલિનીકરણ કરી એક સંસ્થા બનાવવાનુ પ્રાવધાન કરાયું છે. જામનગર સ્થિત સંસ્થાઓ 1. ઈન્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, 2. શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને 3. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ આ ત્રણેય સંસ્થાઓનું એકીકરણ કરવામાં આવશે.
નવી ઈન્સ્ટીટ્યુટ ક્યાં હશે ?

ગુજરાતના જામનગરમાં આવેલી ત્રણ આયુર્વેદિક સંસ્થાઓનું વિલિનીકરણ કરીને એક નવી ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરવામાં આવશે. પ્રસ્તાવિત ઈન્સ્ટીટ્યુટ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના પ્રાંગણમાં સ્થિત હશે.