Lok Sabha
Spread the love

સંસદમાં (Parliament) લોકસભામાં (Lok Sabha) ગૃહમંત્રી (HMO) અમિત શાહે (Amit Shah) ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા. આ બિલોમાં એવી જોગવાઈ છે કે જો કોઈ મંત્રી ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસ સુધી જેલમાં રહેશે તો તેને તેના પદ પરથી દૂર કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) બુધવારે (20 ઓગસ્ટ, 2025) લોકસભામાં (Lok Sabha) ત્રણ મુખ્ય બિલ રજૂ કર્યા. આ બિલોમાં એવી જોગવાઈ છે કે કોઈપણ નેતા ભલે તે રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) હોય કે દેશના વડાપ્રધાન (Prime Minister), જો તેમની સામે કોઈ ગંભીર ગુનાહિત આરોપ હોય અને તેઓ સતત 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. આ બિલને લઈને વિપક્ષે (Opposition) લોકસભામાં (Lok Sabha) ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, વિપક્ષી સાંસદોએ બિલ ફાડીને અમિત શાહ (Amit Shah) તરફ ઉછાળ્યુ હતું.

આ ત્રણેય બિલ અલગથી લાવવામાં આવ્યા છે કારણ કે કેન્દ્ર સરકાર (Central Government), રાજ્ય સરકાર (State Government) અને કેન્દ્રશાસિત પ્રદેશોના (Union Territory) નેતાઓ માટે અલગ અલગ જોગવાઈઓ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બિલ રજૂ થતાં લોકસભામાં (Lok Sabha) હોબાળો

બિલ રજૂ થતાં જ લોકસભામાં (Lok Sabha) જોરદાર હોબાળો શરૂ થયો. વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કર્યો અને ઘણા સાંસદો લોકસભાના (Lok Sabha) વેલમાં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ બિલની નકલો ફાડી નાખીને તેના ટુકડા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) તરફ ફેંક્યા હતા.

બિલ JPC ને મોકલવાનો પ્રસ્તાવ

બિલ રજૂ કરતી વખતે અમિત શાહે (Amit Shah) કહ્યું કે સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમ છતાં, વિપક્ષે જોરદાર વિરોધ કર્યો. સતત સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે ગૃહમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

વિપક્ષ અને શાસક પક્ષ આમનેસામને

બંધારણના 130મા સુધારા બિલની રજૂઆત દરમિયાન, વિપક્ષી સાંસદોએ શાસક પક્ષને ઘેરી લીધો અને ગૃહમંત્રીનું (HMO) માઈક ફેરવવાનો પ્રયાસ કર્યો. શાસક પક્ષના સાંસદો રવનીત બિટ્ટુ, કમલેશ પાસવાન, કિરેન રિજિજુ અને સતીશ ગૌતમે ગૃહમંત્રીનો બચાવ કર્યો અને વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

વિપક્ષી સાંસદોએ કર્યો વિરોધ

તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બિલ રજૂ થતાં જ ટીએમસીના (TMC) સાંસદ કલ્યાણ બેનર્જીએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. કોંગ્રેસના (Congress) સાંસદ અને મહાસચિવ કેસી વેણુગોપાલે પોતાની બેઠક પરથી બિલની નકલ ફાડી નાખી અને ફેંકી દીધી અને બાદમાં કોંગ્રેસના (Congress) બધા સાંસદો વેલમાં આવી ગયા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટી (SP) ના ધર્મેન્દ્ર યાદવે પણ નકલ ફાડી નાખી અને સપા (SP) સાંસદો પણ વેલમાં પહોંચી ગયા અને હંગામો શરૂ કરી દીધો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગૃહમંત્રીએ વધતા હોબાળા વચ્ચે બિલ રજૂ કરવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન, બધા વિપક્ષી સાંસદો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. પરિસ્થિતિ વધુ વણસી જતાં, લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) ઓમ બિરલાએ (Om Birla) ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

અમિત શાહનો ઉત્તર

અમિત શાહે (Amit Shah) વિપક્ષી સાંસદ કેસી વેણુગોપાલની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ ખોટા કેસમાં જેલ ગયા હતા, ત્યારે તેમણે નૈતિક ધોરણે પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જ્યાં સુધી કોર્ટે તેમને નિર્દોષ સાબિત ન કર્યા ત્યાં સુધી તેમણે કોઈ બંધારણીય પદ સંભાળ્યું ન હતું. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે એટલા “બેશરમ” નથી કે આરોપો લગાવાયા પછી પણ પદ પર બેસી રહીએ. શાહે કહ્યું કે રાજકારણમાં નૈતિકતા અને શુદ્ધતા મહત્વપૂર્ણ છે અને આ બિલનો ઉદ્દેશ્ય આ જ છે.

બિલ JPC ને મોકલવામાં આવ્યું

અમિત શાહે આ બિલને 21 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો. આ પછી, લોકસભા અધ્યક્ષ (Lok Sabha Speaker) ઓમ બિરલાએ (Om Birla) કહ્યું કે રાજકારણમાં શુચિતા અને નૈતિકતા જરૂરી છે અને તેમને મજબૂત બનાવવા માટે કેટલાક બિલ લાવવામાં આવે છે. હવે આ બિલ ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “લોકસભામાં (Lok Sabha) બિલ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ નકલ ફાડી અમિત શાહ પર ફેંકી, વીડિયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *