કેન્યાના એક ગામમાં ભારે કચરાનો વીંટી આકારનો ટુકડો પડ્યો છે. મળતી માહિતી મુજબ કેન્યાના દક્ષિણ ભાગમાં સ્થિત માકુની કાઉન્ટીના મુકુકુ ગામમાં 30 ડિસેમ્બરે આકાશમાંથી એક મોટી ધાતુની વીંટી હોય તેવો ધાતુનો ટુકડો પડ્યો હતી. જ્યારે ગામના લોકોએ વીંટી જેવો ધાતુનો ટુકડો જોયો ત્યારે તેમાં આગ લાગેલી હતી. હવે સવાલ એ છે કે અવકાશમાંથી પડેલા આ 500 કિલો ધાતુના ટુકડાનો માલિક કોણ?
કેન્યામાં અવકાશમાંથી પડ્યો ધાતુનો ટુકડો
કેન્યાના દક્ષિણ ભાગમાં સ્થિત માકુની કાઉન્ટીના મુકુકુ ગામમાં આકાશમાંથી એક મોટો ધાતુનો ટુકડો પડ્યો હતો. આ ધાતુના ટુકડાનો વ્યાસ લગભગ 8 ફૂટ (2.5 મીટર) અને વજન લગભગ 1,100 પાઉન્ડ (500 કિલોગ્રામ) છે. આકાશમાંથી લોખંડનો વિશાળ વીંટી આકારનો સળગતો ટુકડો પડતો જોઈને આસપાસના લોકો શરૂઆતમાં ડરી ગયા હતા. આ વીંટી આકારના ધાતુના ટુકડાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે.
કેન્યા સ્પેસ એજન્સીએ શરૂ કર્યો અભ્યાસ
કેન્યા સ્પેસ એજન્સીએ કાટમાળને પોતાની સુરક્ષામાં લઈ લીધો છે. હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના નિષ્ણાત અને રી-એન્ટ્રી ટ્રેકર જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે એવી શક્યતા પણ વધારે છે કે તે વિમાનનો ભાગ હોઈ શકે છે કારણ કે વાતાવરણમાં પુનઃપ્રવેશ દરમિયાન કાટમાળ પર થતી ગરમીના કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા.
WATCH: A metallic object, likely space junk, crashed in Kenya's Mukuku village. The massive ring, weighing approximately 1100 lbs and about 8 feet in diameter, is believed to be from a rocket launch vehicle. The Kenya Space Agency is investigating its origin and impact pic.twitter.com/MJgSbw0ZTh
— Reuters Asia (@ReutersAsia) January 2, 2025
અવકાશી કચરો કે વિમાનનો હિસ્સો?
હવે પ્રશ્ન એ છે કે કેન્યામાં પડેલો ભારે રિંગ-સાઇઝનો ટુકડો અવકાશી ભંગાર છે કે કોઈ વિમાનનો હિસ્સો ? ઉલ્લેખનીય છે કે અવકાશી કાટમાળ નિષ્ણાત ડેરેન મેકનાઈટે જણાવ્યું હતું કે કેટલીકવાર અવકાશના કાટમાળને એવા આવરણથી આવરી લેવામાં આવે છે જે બળી જાય છે અને ત્યાર બાદ હાર્ડવેર પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ કરે છે. ઇનસાઇડ આઉટર સ્પેસની એરોસ્પેસ કોર્પોરેશનના સેન્ટર ફોર ઓર્બિટલ અને રી-એન્ટ્રી ડેબ્રિસ સ્ટડીઝના રી-એન્ટ્રી ડેટાબેસેસનો ઉપયોગ કરીને કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં અનુમાન લગાવ્યું હતું કે આ કાટમાળ 2004 માં લોન્ચ કરાયેલ એટલાસ સેંટોર રોકેટનો હોઈ શકે છે.
ધાતુના આ ટુકડાનો માલિક કોણ?
હવે પ્રશ્ન એ પણ છે કે આ આકાશમાંથી પડેલો વીંટી આકારનો ધાતુનો ટુકડાની માલિકી કોની હશે? જેની જમીન પર પડ્યો તેના માલિકની અથવા જેણે તેને પહેલાં જોયો તેની? આ બન્ને સંભાવનાઓ નથી કારણ કે આકાશમાંથી પડેલો આ ધાતુનો ટુકડો કેન્યા સરકારની મિલકત કહેવાશે. જો જરૂર પડે તો કેન્યાની સરકાર આ ટુકડો કોઈપણ દેશને વૈજ્ઞાનિક તપાસ માટે આપી શકે છે. જો કે હાલમાં આ ટુકડો કેન્યા સ્પેસ એજન્સી પાસે છે. કેન્યા સ્પેસ એજન્સી આ ટુકડો વિમાનનો છે કે અવકાશમાંથી પૃથ્વી પર પડ્યો તે જાણવા માટે અભ્યાસ કરી રહી છે.