તા. 05 સપ્ટેમ્બર 2008ના રોજ નીરજ પાંડેના ડિરેક્શન હેઠળ નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, જિમી શેરગિલ, આમીર બશીર, દીપલ શો અને આલોક નરૂલા અભિનિત એક્શન ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘અ વેડનસડે’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત સંજોય ચૌધરીએ આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 1 કલાક અને 44 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 8.1* છે.
બોક્સ ઓફિસ ઉપર સારો આવકાર મળ્યો
‘અ વેડનસડે’ 2008ના વર્ષની એક હિટ ફિલ્મ હતી. જેનું બજેટ રૂ. 3 કરોડ હતું, જ્યારે તેનું દુનિયાભરમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 16.22 કરોડ હતું. ફુગાવો ધ્યાનમાં લઈએ તો 2018 પ્રમાણે બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 44.96 કરોડ ગણી શકાય.
‘અ વેડનસડે’ ભારતભરમાં 300 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. ‘અ વેડનસડે’ નું પહેલાં દિવસનું કલેક્શન રૂ. 44 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 1.92 કરોડ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 3.53 કરોડ હતું.
ડિરેક્ટર નીરજ પાંડેને પહેલી ફિલ્મે જ નેશનલ એવોર્ડ અપાવ્યો
‘અ વેડનસડે’ ડિરેક્ટર તરીકે નીરજ પાંડેની પહેલી ફિલ્મ હતી.
56માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ માં નીરજ પાંડેને ‘બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર’ તરીકે નેશનલ એવોર્ડ મળ્યો હતો.
તમિલ, તેલુગુ અને અંગ્રેજીમાં રિમેકો બની
‘અ વેડનસડે’ ઉપરથી 2009માં તમિલમાં કમલ હસન અને મોહનલાલને લઈને ‘ઉનનાઈપોલ ઓરુવન’ અને તેલુગુમાં કમલ હસન અને વેંકટેશને લઈને ‘ઈનનાડુ’ નામથી રિમેક બની હતી. જ્યારે 2013માં શ્રીલંકન અંગ્રેજી ફિલ્મ ‘A Common Man’ બની હતી.
‘અ વેડનસડે’ ના કાસ્ટિંગનું સમાપન કરતાં 8 મહિના લાગ્યા હતાં. જ્યારે મુંબઈના વિવિધ લોકેશન ઉપર ફિલ્મ ફક્ત 28 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી હતી.
25 માળની બંધાઈ રહેલી બિલ્ડિંગમાં ટ્રોલીવાળી લિફ્ટમાં નસીરની ચઢઉતર
આતંકવાદીના ‘વર્કસ્ટેશન’ માટે એક 25 માળની બિલ્ડીંગ જે હજુ બંધાતી હતી તેના ઉપરથી મુંબઈની સ્કાયલાઈનોનો વ્યુ ખૂબ સરસ દેખાતો હોવાથી 50 બીજી અન્ય ગગનચુંબી બિલ્ડીંગો જોયા બાદ સિલેક્ટ કરવામાં આવી હતી. આ બિલ્ડીંગ બંધાતી હોવાથી તેમાં એલિવેટર ન હોવાથી ટ્રોલીવાળી લિફ્ટ નાંખવામાં આવી હતી અને તેમાં બેસી નસીર દરરોજ 25માં માળ ઉપર ચઢઉતર કરતો હતો.
નસીરુદ્દીન શાહના પાત્ર માટે પહેલાં નાના પાટેકરની વિચારણા થઈ હતી.
નસીરુદ્દીન શાહને પહેલાં અનુપમ ખેરનો રોલ ઓફર કરાયો હતો.
નસીરનું નામ વગરનું પાત્ર
‘અ વેડનસડે’ માં નસીરુદ્દીન શાહના પાત્રનું કોઈ નામ જ ન હતું.
‘અ વેડનસડે’ ની સ્ક્રિપ્ટ તા. 11 જુલાઈ 2006ના દિવસે મુંબઈની લાઈફલાઈન મનાતી લોકલ ટ્રેનોમાં થયેલાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા ઉપર આધારિત હતી.
રાકેશ મારિયા ઉપરથી પ્રેરણા મળી
‘અ વેડનસડે’ નું અનુપમ ખેરનું પાત્ર મુંબઈ પોલીસના પૂર્વ ઓફિસર રાકેશ મારિયા ઉપરથી પ્રેરણા પામેલું હતું.
જિમી શેરગિલની એના અભિનય બદલ ખૂબ સરાહના થઈ હતી.
ફિલ્મફેરમાં એવોર્ડ તો ન મળ્યો પણ નોમિનેશન ચોક્કસ મળ્યા
54 માં ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં ‘અ વેડનસડે’ બદલ નીરજ પાંડેને ‘બેસ્ટ ડિરેક્ટર’, ‘બેસ્ટ સ્ટોરી’ અને ‘બેસ્ટ ડાયલોગ’ બદલ 3 નોમિનેશન મળ્યા હતાં. ઉપરાંત, નસીરુદ્દીન શાહને ‘બેસ્ટ એક્ટર’ તરીકેનું નોમિનેશન મળ્યું હતું.
‘વેડનસડે’ ના રાજકર્તાઓ
‘અ વેડનસડે’ રિલીઝ થઈ ત્યારે 05 સપ્ટેમ્બર 2008ના દિવસે પ્રતિભા પાટીલ દેશના રાષ્ટ્રપતિ અને ડો. મનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતાં જયારે પં. નવલકિશોર શર્મા ગુજરાતના રાજ્યપાલ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.