‘MSD’ 2016ના વર્ષની બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘દંગલ’ અને ‘સુલતાન’ પછી ત્રીજા નંબરની સુપરહિટ ફિલ્મ હતી. ફિલ્મનું બજેટ રૂ. 104 કરોડ હતું જ્યારે તેનું દુનિયાભરમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 189.83 કરોડ હતું.
‘MSD’ ભારતભરમાં 3900 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. ‘MSD’ નું પહેલાં દિવસનું કલેક્શન રૂ. 20.13 કરોડ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 62.17 કરોડ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 84.58 કરોડ હતું.
‘MSD’ પ્રખ્યાત ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના સંઘર્ષની કથા છે.
ફિલ્મ પહેલાં 2 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી તે લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
‘MSD’ તામિલ, તેલુગુ અને મરાઠી ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી.
MSD નું ટ્રીઝર 2016ના 20-20 વર્લ્ડકપ વખતે બહાર પડાયું

ફિલ્મનું ટ્રીઝર 2016ના 20-20 વર્લ્ડકપ વખતે બહાર પડાયું હતું જ્યારે તેનું ઓફિશિયલ પોસ્ટર મહેન્દ્રસિંહ ધોનીના 35માં જન્મદિવસે તા. 7 જુલાઈ 2016ના દિવસે બહાર પડાયું હતું.
‘MSD’ દિશા પટ્ટણીની ડેબ્યુ ફિલ્મ છે.
અક્ષય કુમારને પણ ધોનીનો રોલ કરવાની ઈચ્છા હતી, પણ કોઈ બાબતે ડીલ શક્ય ન બનતા સુશાંતસિંહ રાજપૂતને મોકો મળ્યો હતો.
MSD માટે કિરણ મોરેએ સુશાંતને ખાસ તાલીમ આપી હતી

‘MSD’ માટે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ સુશાંતસિંહ રાજપૂતને 13 મહિના સુધી ખાસ ટ્રેનિંગ આપી હતી.
‘તેરે નામ’ માં સલમાન ખાનની હીરોઈન તરીકે કામ કરનાર ભૂમિકા ચાવલાએ લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કર્યું હતું અને ‘MSD’ માં ધોનીની બહેનની ભૂમિકા નિભાવી હતી.
ફિલ્મમાં જે સ્કૂલ બતાવવામાં આવી છે તેજ સ્કૂલમાં વાસ્તવિક જિંદગીમાં મહેન્દ્રસિંહ ધોનીએ અભ્યાસ કર્યો હતો.
હેલિકોપ્ટર શોટ ધોનીએ જાતે સુશાંતને શીખવ્યો

પોતાનો વિશ્વ વિખ્યાત હેલિકોપ્ટર શોટ ધોનીએ પોતેજ સુશાંતસિંહ રાજપૂતને શીખવ્યો હતો. જે શીખતી વખતે સુશાંતસિંહને ઈજા પણ થઈ હતી.
સુશાંતસિંહ રાજપૂત દરરોજ સવારે 6 થી 10 પ્રેક્ટિસ કરતો હતો અને ધોની જેવા દેખાવા પોતાના વાળ પણ ધોની જેવા લાંબા કર્યા હતાં.
સાક્ષીએ લગ્ન સમયે પહેરેલો ડ્રેસ MSD માટે પહેરવા આપ્યો

ધોનીની પત્ની સાક્ષીએ પોતે લગ્નમાં જે ડ્રેસ પહેર્યો હતો તે જ ડ્રેસ ‘MSD’ ના વેડિંગ સીન માટે ફિલ્મમાં સાક્ષી બનતી કિઆરા અડવાણીને પહેરવા આપ્યો હતો.
ફિલ્મમાં વર્લ્ડકપ, પરવેઝ મુશર્રફ ધોનીની હેર સ્ટાઈલના વખાણ કરે છે તે અને આમિર ખાન સ્ટેડિયમમાં મેચ જોવા આવે છે તેના વાસ્તવિક ફૂટેજ બતાવવામાં આવ્યા હતાં.
ઉરી હુમલાના કારણે પાકિસ્તાનમાં રિલીઝ ન થઈ
‘MSD’ ને તે સમયે ઉરી હુમલાના કારણે સંબંધો બગડ્યા હોવાથી પાકિસ્તાનમાં રિલીઝ કરાઈ ન હતી.
‘MSD’ માં કુલ 10 ગીતો હતાં. જેમાંથી પલક મુછલે ગાયેલું ‘કૌન તુઝે ઈતના પ્યાર કરે’ ચાર્ટ બસ્ટર્ડ સાબિત થયું હતું.
62માં ફિલ્મફેર એવોર્ડમાં ‘MSD’ માટે સુશાંતસિંહ રાજપૂતને ‘બેસ્ટ એક્ટર’ અને પલક મુછલને ‘બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર’ (કૌન તુઝે ઈતના પ્યાર કરે) તરીકે નોમિનેશન મળ્યું હતું.
MSD સમયના રાજકીય ખેલાડીઓ
‘MSD’ રિલીઝ થઈ ત્યારે 30 સપ્ટેમ્બર 2016ના દિવસે પ્રણબ મુખરજી દેશના રાષ્ટ્રપતિ અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હતાં જયારે ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ અને વિજય રૂપાની ગુજરાતના મુખ્યમંત્રી હતાં.