- આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 76મી જન્મતિથિ
- વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
- રાજીવ ગાંધીના નજીકના અધિકારીએ પોતાના પુસ્તકમાં કર્યા ઘણાં ઘટસ્ફોટ
રાજીવ ગાંધીની 76મી જન્મતિથિ આજે
ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 76મી જન્મતિથિ છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944 ના દિવસે મુંબઇ ખાતે થયો હતો.
આજે ઘણાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી.
On his birth anniversary, tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) August 20, 2020
રાજીવ ગાંધીના નજીકના અધિકારીએ કર્યા સનસનાટીભર્યા ઘટસ્ફોટ
રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતાં ત્યારે એમના નજીકના PMOના પૂર્વ અધિકારીએ પોતાના પુસ્તક “માય યર્સ વિથ રાજીવ ગાંધી – ટ્રિમ્ફ એન્ડ ટ્રેજડી” માં રાજીવ ગાંધીને લઈને ઘણાં મહત્વના ઘટસ્ફોટ કર્યા છે.
આ પુસ્તક વેસ્ટલેન્ડ પબ્લિકેશને પ્રકાશિત કર્યું છે અને આ વર્ષે ઓક્ટોબર સુંધીમાં બજારમાં આવશે.
કોણ છે આ અધિકારી

રાજીવ ગાંધીના નજીકના આ PMO અધિકારીનું નામ છે વજાહત હબીબુલ્લાહ.
હબીબુલ્લાહ જમ્મુ-કાશ્મીર કેડરના પૂર્વ આઈએએસ અધિકારી હતા. વિખ્યાત દૂન સ્કૂલમાં એમણે રાજીવ ગાંધીના જુનિયર હતા. બાદમાં રાજીવ ગાંધી દ્વારા તેમને PMO માં સંયુક્ત સચિવ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રામ જન્મભૂમિ પર કરેલો સૌથી મહત્વનો ઘટસ્ફોટ

હબીબુલ્લાહએ કરેલ ઘણા ઘટસ્ફોટમાંથી રામ જન્મભૂમિ વિશે કરેલ ઘટસ્ફોટ સૌથી સનસનાટી ભરેલો છે.
હબીબુલ્લાહએ પુસ્તકમાં દાવો કર્યો છે કે 1986માં જ્યારે રામજન્મભૂમિના તાળાં ખોલવામાં આવ્યા એ વિષય રાજીવ ગાંધીના ધ્યાનમાં જ નહોતો.
આ વિશે જ્યારે હબીબુલ્લાહએ રાજીવ ગાંધી જોડે વાત કરી અને પૂછ્યું કે “શું તેઓ રામજન્મભૂમિના તાળાં ખોલવાના નિર્ણયમાં સામેલ હતા?” ત્યારે રાજીવ ગાંધીએ કહ્યું કે “કોઈ પણ ધર્મસ્થળના કામકાજમાં હસ્તક્ષેપ કરવો એ સરકારનો વિષય છે નહીં. જ્યાં સુંધી તાળાં ખોલવાનો આદેશ પસાર થઈ ગયો નહોતો ત્યાં સુંધી મને કોઈ જાણ જ નહોતી.”
રાજીવ ગાંધીએ હબીબુલ્લાહને વધુમાં કહ્યું કે “હકીહતમાં હું આ વાતથી સંપૂર્ણ અજાણ હતો અને મને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. આ બાબતે મેં ઉત્તરપ્રદેશના CM વીર બહાદુરસિંહ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું.”
રાજીવ ગાંધી આગળ કહે છે કે, “મને આશંકા છે કે માખન લાલ (ફોરેદાર) અને અરુણ નહેરુ આ માટે જવાબદાર હોય શકે છે. અને જો એમણે જવાબદાર ઠરશે તો એમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.”
અને એ વાત જગજાહેર છે કે એ બાદ અરુણ નહેરુને મંત્રીમંડળમાંથી હટાવી કાઢવામાં આવ્યા હતા.
કોંગ્રેસ માટે આ ખુલાસો બની શકે માથાનો દુઃખાવો
હમણાં સુંધી કોંગ્રેસ એમ કહેતી આવે છે કે રામજન્મભૂમિના તાળાં રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતાં. પરંતુ આ પુસ્તકમાં રાજીવ ગાંધીના નજીકના અધિકારીએ કરેલ દાવા મુજબ રાજીવ ગાંધીને આ વિષયની જાણ જ નહોતી અને એ નિર્ણયમાં એમની સહમતિ નહોતી.
ઓક્ટોબરમાં જ્યારે આ પુસ્તક બહાર આવશે એ બાદ કોંગ્રેસ માટે જવાબ આપવા ભારે પડી શકે છે.