- પ્રણવ મુખરજી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.
- સોમવારે 10મી જુલાઈએ દાખલ થયા હતા.
- સોમવારે 10મી જુલાઈએ જ પ્રણવદા કોરોના પોઝિટિવ છે એવું ટ્વીટર દ્વારા જણાવ્યું હતું.
સોમવાર 10મી જુલાઈએ નાનકડી બ્રેઈન સર્જરી માટે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ થયેલા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે એવી જાણ સૂત્રો દ્વારા મળી છે.
કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા
ગત તારીખ 10મી જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરતાં શ્રી પ્રણવ મુખર્જી પોઝીટીવ જણાયા હતા જેની જાણકારી સ્વયં પ્રણવદાએ ટ્વીટ કરીને સૌને આપી હતી.
