જીવમાત્રના તારણહાર વીર મેઘમાયા તથા વીર મેઘમાયા ટેકરી.
ગરવી ગુજરાતના પનોતા પુત્ર તથા જીવમાત્રની તરસ છીપાવવા પોતાના જીવનનું બલિદાન આપનારા એવા વીર મેઘમાયાનુ પવિત્ર સ્મારક પાટણમાં આવેલું છે. આ સ્મારક વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવની નજીક આવેલું છે જે વીર મેઘમાયા ટેકરી નામથી ઓળખાય છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાત મુહુર્ત

આજ રોજ તા -16-7-2020ને ગુરુવાર ના રોજ વિરમાયા ટેકરી, પાટણ ખાતે સ્મારક સંકુલ ના બીજા તબક્કા ના રૂપિયા ત્રણ કરોડ ના કામનું ખાત મુહર્ત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આ સમિતિ ના ચેરમેન તથા સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકી ની ઓનલાઇન ઉપસ્થિતિ મા તથા પાટણ ખાતે ભાજપ ના અગ્રણીઓ શ્રી કે. સી. પટેલ, શ્રી મયંકભાઇ નાયક, મોહનભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી, ગીતાબેન સોલંકી, પી. જી. પરમાર, મધુબેન સેનમા, sc નિગમ ના પૂર્વ ચેરમેન અને સંસ્થા ના ઉપ પ્રમુખ રમેશભાઈ સોલંકી તથા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, એસ પી. શ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી નારણભાઇ ડિયા, પ્રવાસન નિગમ ના અધિકારી શ્રી, સંકુલ બાંધકામ કોન્ટ્રાક્ટર શ્રી તથા સંસ્થા ના તમામ હોદ્દેદાર શ્રીઓ, કાર્યકર્તા શ્રીઓ અને સમાજના મહાનુભાવો ની વિશાળ હાજરીમાં સંપન્ન થયો.