Spread the love

  • કચ્છના અબડાસામાં 9 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં 242 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

  • લોટેશ્વરમાં 17 કુટુંબોનું સ્થાનાંતર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ


Snow

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં 9 ઈંચ ખાબક્યો છે. રાજકોટના ગોંડલમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છના લખપતમાં 6.5 ઈંચ વરસાદ હતો. જામનગરના જામજોધપુરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણના રાધનપુર અને સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબીના ટંકારા, કચ્છના માંડવી અને રાજકોટના ધોરાજીઅને જામકડોરણામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.


પાટણમાં વરસાદી તારાજી


Snow

પાટણમાં 4 ઈંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામના 17 કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોટેશ્વર ગામે ઈન્દિરા વસાહત ઠાકોર વાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવતાં કુંટુંબોને સ્થળાંતર કરાયા છે. 14 કુટુંબના નાના મોટા 73 લોકોનું શિફ્ટીંગ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. રવદથી પસાર થતો વોકળામાં પાણી આવતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા છે. શંખેશ્વર ટીડીઓ સહિત તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવાઈ હતી.


પાટણ જિલ્લાની આંકડાકીય સ્થિતિ


  • પાટણ 48 mm, 2 ઇંચ

  • સરસ્વતી 26 mm, 1 ઇંચ

  • સિદ્ધપુર 94 mm, 4 ઇંચ

  • ચાણસ્મા 49 mm, 2 ઇંચ

  • હારીજ 68 mm, 2.72 ઇંચ

  • હારીજ 68 mm, 2.72 ઇંચ

  • સમી 98 mm, 4 ઇંચ

  • શંખેશ્વર 77 mm, 3.8 ઇંચ

  • સાંતલપુર 114 mm, 4.56 ઇંચ


Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *