- 33 જિલ્લાના 230થી વધુ તાલુકાઓમાં વરસાદ
- તાપીના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ 277 મી.મી (11 ઇંચ) વરસાદ
- છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં
ગુજરાત રાજ્યના આપાતકાલીન ઓપરેશન કેન્દ્ર દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ 18 ઓગસ્ટ 2020 ના સવારના 6 વાગ્યા સુંધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3એ જિલ્લા 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
એમાંથી 104 તાલુકાઓમાં 1 ઇંચ થી લઈને 11 ઇંચ સુંધીનો વરસાદ વરસ્યો છે. તાપીના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ (277 મી.મી.), સુરતના માંડવી તાલુકામાં 10 ઇંચથી (252 મી.મી.) વધુ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં છેલ્લા સૌથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતના વ્યારામાં 185 mm, તલાલામાં 180 mm, વાલોડમાં 178 mm, વાંસદામાં 157 mm અને મહુવામાં 150 mm એમ આ પાંચ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
વઘઇમાં 141 mm, બારડોલીમાં 137 mm, સોનગઢ-ગણદેવીમાં 131 mm, કડીમાં 128 mm, દહેગામ-તારાપુરમાં 120 મમ3, સોજીત્રામાં 118 mm, ડાંગ-આહવામાં 116 mm, અંકલેશ્વર-ઉમરપાડમાં 114 mm, નખત્રાણામાં 112 mm, જોડિયા-ધરમપુરમાં 110 mm, પેટલાદમાં 107 mm તથા ખંભાત-ચીખલીમાં 105 mm થઈને કુલ 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં કેવું રહ્યું હમણાં સુંધીનું ચોમાસુ

રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ 83.59 % વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ પંથકમાં 142.59% , સૌરાષ્ટ્ર પંથકમાં 115.8% , દક્ષિણ ગુજરાતમાં 74.66% , પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.79% અને ઉત્તર ગુજરાતમાં 60.88% સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યની બસસેવાને પડી અસર

સમગ્ર રાજ્યમાં આમ સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાત એસ.ટી. ડિપાર્ટમેન્ટના 3 રૂટની કુલ 36 ટ્રીપો રદ્દ કરવાની ફરજ પડી છે. જેમાં કચ્છ જિલ્લાના 2 રૂટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂટનો સમાવેશ થાય છે.
હજુ વધુ વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી 5 દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ જ રહેશે. રાજ્ય પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે.