Spread the love

  • પેટીએમને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી.

  • ગુગલની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવાનું કારણ આપ્યું ગુગલે

  • ગુગલે પોતાના બયાનમાં જણાવ્યું કે તે અનિયંત્રિત જુગારનું અનુમોદન કરતું નથી.

અચાનક પેટીએમ ગુગલ પ્લે સ્ટોર પરથી ગુમ




ગુગલ પ્લે સ્ટોર પરથી ભારતીય પેમેન્ટ એપ પેટીએમ રહસ્યમય રીતે અચાનક જ ગુગલ દ્વારા દુર કરી દેવામાં આવી હતી. જોકે પેટીએમ એપલ એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.


પેટીએમની માલિકીની કંપનીની અન્ય એપ્સ ઉપલબ્ધ




પેટીએમ પેમેન્ટ એપ વન97 કોમ્યુનિકેશન લિમિટેડ નામની કંપનીની એપ છે. વન97 કોમ્યુનિકેશન લિમિટેડ કંપનીની પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ મની, પેટીએમ મૉલ વગેરે અન્ય એપ્સ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.


પેટીએમનું નિવેદન


પેમેન્ટ એપ દ્વારા પેટીએમના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર પોતાનું નિવેદન કર્યું. આ ટ્વીટમાં પેટીએમ એપ આ મુજબ કહ્યું છે, “વ્હાલા પેટીએમર્સ, પેટીએમ એન્ડ્રોઇડ એપ નવા ડાઉનલોડ કે અપડેટ માટે ગુગલ પ્લે સ્ટોર પર અસ્થાયી રૂપે ઉપ્લબ્ધ નથી. ખુબ ઝડપથી પરત ફરીશું. આપની સંપૂર્ણ રકમ પૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે પેટીએમ એપને ટુંક સમયમાં સામાન્ય રીતે વાપરી શકશો.



ગુગલની ગાઈડ લાઈનનું વારંવાર ઉલ્લંઘન


ગુગલના સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગુગલે પોતાના ઓનલાઈન જુગારના નવા નિયમોનું પાલન નહીં કરવાને કારણે પેટીએમ એન્ડ્રોઇડ એપને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જાણવા મળ્યા મુજબ એપ ડેવલપર્સ સાથે કામ કરતી ગુગલની ટીમે સતત આ મુદ્દે પેટીએમનો સંપર્ક કરતી હતી. જોકે પેટીએમ એન્ડ્રોઇડ એપ દ્વારા વારંવાર ગુગલના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.


ગુગલના વાઈસ પ્રેસિડેન્ટનો બ્લોગ




પીટીએમ ગુગલ પ્લે સ્ટોર પરથી અદ્રશ્ય થયાના થોડા કલાક પહેલા ગુગલના પ્રોડક્ટ, એન્ડ્રોઇડ સિક્યુરિટી અને પ્રાઈવસીનો કાર્યભાર સંભાળતા વાઈસ પ્રેસિડેન્ટ સુઝેન ફ્રે એ પોતાના બ્લોગમાં ગાઈડ લાઈન વિશે વિસ્તૃત જણાવ્યું કે, “અમારા ગ્રાહકોને સંભવિત નુકશાનથી બચાવવા માટે આ અમારી ગાઈડ લાઈન્સ છે. જ્યારે કોઈ એપ આ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરે છે ત્યારે અમે તે એપ ડેવલપરનું ધ્યાન દોરીએ છીએ અને જ્યાં સુધી ડેવલપર પોતાની એપને પ્લે સ્ટોરની ગાઈડ લાઈનનું પાલન કરવા સક્ષમ ન બનાવે ત્યાં સુધી પ્લે સ્ટોર પરથી હટાવી દઈએ છીએ, અને જો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો અમે ડેવલપરનું એકાઉન્ટ બંધ કરવા સુધીના વધુ ગંભીર પગલા લઈએ છીએ. અમારી પોલીસીઝ બધા જ ડેવલપરોને માટે એકસરખી રીતે લાગુ પડે છે.


ઓનલાઇન કેસિનો તથા અનિયંત્રિત જુગારને ગુગલ ચલાવતું નથી


સુઝેન ફ્રે એ પોતાના બ્લોગમાં આગળ લખ્યું છે કે, ” અમારા જુગાર અંગેના એક સરખા લક્ષ્ય, નિયમો છે. અમે ઓનલાઇન કેસિનોને કે કોઈપણ રમત પર અનિયંત્રિત જુગારને અનુમોદન આપતા નથી. આમાં એવી એપ પણ આવી જાય છે જે ગ્રાહકને બહારની કોઈ વેબસાઈટ ઉપર દોરી જાય છે જ્યાં ગ્રાહક ચુકવણી કરીને કોઈ રમતની ટુર્નામેન્ટ રમીને સીધા રૂપિયા જીતે છે અથવા રોકડ રકમ ઈનામ તરીકે મેળવે છે, આ પણ અમારી પોલીસીઝનું ઉલ્લંઘન જ છે.



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *