તા. 29 ઓગસ્ટ 2003નો દિવસ. આ દિવસે પ્રકાશ ઝાના ડિરેક્શન હેઠળ અજય દેવગણ, ગ્રેસીસિંઘ, મોહન અગાશે, મુકેશ તિવારી, અખિલેન્દ્ર મિશ્રા, મોહન જોશી, યશપાલ શર્મા અને અયુબ ખાન અભિનિત એક્શન ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘ગંગાજલ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત સંદેશ શાંડિલ્યએ આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 37 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.8* છે.
બોક્સ ઓફિસ પણ ‘ગંગાજલ’ થી પવિત્ર થઈ ગઈ
‘ગંગાજલ’ 2003ના વર્ષની બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 17માં નંબરની હિટ ફિલ્મ હતી. ફિલ્મનું બજેટ રૂ. 7.25 કરોડ હતું જ્યારે તેનું દુનિયાભરમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 16.67 કરોડ હતું. ફુગાવો ધ્યાનમાં લઈએ તો 2018 પ્રમાણે બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 73.44 કરોડ ગણી શકાય.
‘ગંગાજલ’ ભારતભરમાં 290 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. ‘ગંગાજલ’ નું પહેલાં દિવસનું કલેક્શન રૂ. 1.08 કરોડ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 3.10 કરોડ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 5.22 કરોડ હતું.
ભાગલપુર કાંડમાં અંડર ટ્રાયલ કેદીઓની આંખમાં પોલીસકર્મીઓ દ્વારા એસિડ નાંખવાનો આરોપ લગાવાયો હતો
ભાગલપુર કાંડમાં અંડર ટ્રાયલ કેદીઓની આંખમાં પોલીસકર્મીઓ દ્વારા એસિડ નાંખવાનો આરોપ લગાવાયો હતો
માર્ચ 2016માં ‘ગંગાજલ’ ની સિક્વલ ‘જય ગંગાજલ’ ના નામે રજુ થઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરાએ અભિનય કર્યો હતો.
અક્ષયકુમારને ‘ગંગાજલ’ ની કહાની વધુ પડતી હિંસક લાગી

અજય દેવગણનો રોલ પહેલાં અક્ષય કુમારને ઓફર કરાયો હતો. પણ અક્ષયને ફિલ્મની કહાની વધુ પડતી હિંસક લાગવાથી તેને ના પાડી હતી.
‘ગંગાજલ’ બાદ પ્રકાશ ઝાએ અજય દેવગણ સાથે ‘અપહરણ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ વ. ફિલ્મો કરી હતી.
ફિલ્મફેર એવોર્ડમાં ‘ગંગાજલ’ નો શીતળ છંટકાવ

49 માં ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં ‘ગંગાજલ’ માટે વાયને શાર્પને ‘બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે અજય દેવગણને ‘બેસ્ટ એક્ટર’ અને યશપાલ શર્માને ‘બેસ્ટ એક્ટર ઈન અ નેગેટિવ રોલ’ માટે નોમિનેશન મળ્યું હતું.
‘ગંગાજલ’ સમયે રાજકીય ખલાસીઓ
‘ગંગાજલ’ રિલીઝ થઈ ત્યારે 29 ઓગસ્ટ 2003ના દિવસે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દેશના રાષ્ટ્રપતિ અને અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતાં જયારે કૈલાસપતિ મિશ્રા ગુજરાતના રાજ્યપાલ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.