કેરળના કોઝીકોડ (કાલીકટ) એરપોર્ટ પર આજે સાંજના ૭ વાગ્યા આસપાસ દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ ૭૩૭ રન-વે પરથી ઉતરી જઈને બે ભાગમાં તૂટી પડ્યું.
દુબઇથી આવતા આ પ્લેનમાં ૨ પાયલોટ અને કેબીન ક્રુ સાથે કુલ ૧૯૧ યાત્રીઓ હતાં. જેમાં ૧૦ બાળકો પણ હતાં.

૧૬ યાત્રીઓના મોત, ૩૫ ઘાયલ
૧૯૧ માંથી ૧૬ યાત્રીઓના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને ૩૫ યાત્રીઓને ઇજા પહોંચી હતી જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસનું સ્ટેટમેન્ટ

કેરળ માટે આજે કાળો દિવસ
સાંજના ૭ વાગે આ ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ એ પહેલા આજે સવારે જ કેરળના મુન્નારમાં ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડના કારણે ૧૫ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા.