- હેટ સ્પીચ પોલીસીના ઉલ્લંઘનનુ આપ્યું કારણ
- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે 90 દિવસમાં પ્રતિબંધ મુકવાની ચેતવણી આપી હતી.
- ટીકટોક પોતાનો અમેરિકાનો વ્યવસાય માઈક્રોસોફ્ટને વેચશે એવા સમાચાર હતા.
ટીકટોક દ્વારા અમેરિકામાં વિડિયો ડિલીટ કરવામાં આવ્યા
ચાઈનીઝ કંપની બાયટડાન્સની યુવાનોમાં લોકપ્રિય એપ ટીકટોકે અમેરિકાના તેના પ્લેટફોર્મ પરથી 3,80,000 વિડિયો ડિલીટ કર્યા છે એવી માહિતી ગુરુવારે પોતાના એક બ્લોગમાં આપી હતી.
હેટ સ્પીચ પોલીસીના ઉલ્લંઘનનનુ આપ્યું કારણ
એક સાથે 3 લાખ 80 હજાર વિડિયો પોતાના પ્લેટફોર્મ પરથી ડિલીટ કરવા માટે ટીકટોક દ્વારા હેટ સ્પીચ પોલીસીના ઉલ્લંઘન કારણ આપવામાં આવ્યું છે.
ટીકટોક એકાઉન્ટ્સ કર્યા પ્રતિબંધિત
હેટ સ્પીચ, ભડકાઉ સામગ્રી ધરાવતા વિડિયો ડિલીટ કરવાની સાથે સાથે આ પ્રકારની વિડિયો કે સામગ્રી અપલોડ કરતાં 1700 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ટ્રંપે આપી હતી પ્રતિબંધની ચેતવણી
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે ગયા અઠવાડિયે આ ચાઈનીઝ કંપની ઉપર 90 દિવસમાં અમેરિકામાં પ્રતિબંધ લગાવવામાં આવશે ચેતવણી આપી ત્યારથી કંપની ઉપર દબાણ આવ્યું હતું. આ ઉપરાંત અમેરિકન સત્તાવાળાઓ દ્વારા બાઈટડાન્સ ઉપર એવો પણ આરોપ લગાવવામાં છે કે કંપની અમેરિકનોનો ડેટા ચીનની સરકારને પહોંચાડી રહી છે.
માઈક્રોસોફ્ટ ટીકટોકનો અમેરિકા સ્થિત બિઝનેસ ખરીદશે ?
માઈક્રોસોફ્ટે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં જ એવી જાણકારી આપી હતી કે તે ટીકટોકની માલિક ચાઈનીઝ ટેકનોલોજી કંપની બાઈટડાન્સના અમેરિકાનો બિઝનેસ ખરીદવા વાટાઘાટો કરી રહી છે.