અમદાવાદ : રાજસ્થાન કોંગ્રેસ બાદ હવે રાજસ્થાન ભાજપાનું રિસોર્ટ પોલિટિક્સ
- રાજસ્થાનના રાજકારણમાં હવે ગુજરાત-અમદાવાદ પણ ભાગ ભજવશે.
- રાજસ્થાનથી ૧૨ થી વધુ ધારાસભ્યો અમદાવાદ લવાયા.
- તમામ ધારાસભ્યોને બાવળા ખાતેના ફાર્મ હાઉસ પર રખાયાં.
રાજસ્થાનના રાજકારણમાં વળાંક

છેલ્લા ઘણાં સમયથી રાજસ્થાનના રાજકારણમાં કેટલાય નવાં વળાંક આવ્યા છે.
પહેલાં સચિન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. પરંતુ એમની પાસે પૂરતી સંખ્યા ન હોવાથી ગેહલોત સરકારને કોઈ નુકશાન ન પહોંચાડી શક્યાં.
એ પહેલાં પાયલોટ ગ્રુપ અને ગેહલોત ગ્રુપ બન્નેનું રિસોર્ટ પોલિટિક્સ આપણે જોયું.
પરંતુ આ વખતે કંઈક નવો જ વળાંક આવી રહ્યો છે.
રાજસ્થાન ભાજપાએ પહેલી વાર રિસોર્ટ શોધવો પડ્યો

હમણાં સુંધી રાજસ્થાનના પોલિટિકલ ઉથલપાથલમાં ભાજપા માત્ર દર્શક બનીને મજા લઈ રહ્યું હતું. પરંતુ આજે જે જાણકારી મળી છે એ મુજબ રાજસ્થાન ભાજપના ૧૨ થી વધુ ધારાસભ્યોને અમદાવાદના બાવળા ખાતે એક ફાર્મ હાઉસમાં રખાયાં છે.
બાવળામાં ભાજપા ધારાસભ્યો સિવાય કોણ
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બાવળા ખાતે ફાર્મ હાઉસમાં માત્ર રાજસ્થાન ભાજપાના ધારાસભ્યો જ નહિ પરંતુ રાજસ્થાનના અપક્ષ અને પાયલોટ ગ્રુપના પણ અમુક ધારાસભ્યોને રખાયાં છે.
સુરક્ષાની પૂરતી વ્યવસ્થા
સુરક્ષાના કારણોસર આ ધારાસભ્યોને ફાર્મહાઉસ બહાર ક્યાંય નહિ લઈ જવાય.
ઉપરાંત જે ફાર્મ હાઉસ પર એમને રખાયાં છે એની આજુબાજુના દરેક મુખ્ય રસ્તાઓ પર ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાનના રણમાં આગળ શુ વળાંક આવશે.