- ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વિસ્તરી શકે છે
- આ યુદ્ધથી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયુ
- ઈઝરાયેલનું નવું શસ્ત્ર કરશે હમાસની ટનલોનો સર્વનાશ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ દિવસે દિવસે તીવ્ર થઈ રહ્યો છે. અહેવાલો મુજબ હમાસના આતંકીઓએ ગાઝામાં પોતાના માટે સુરક્ષિત એવી સુરંગોનું ભેદભરમ ધરાવતુ જાળુ બનાવ્યું છે જેને ભેદવું લગભગ અશક્ય દેખાતુ હતુ, ઇઝરાયેલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર પણ આ સુરંગો જ છે. પરંતુ એ પડકારનો સામનો કરવા ઇઝરાયેલી દળો, રણનીતિના ભાગરુપે તેમના શસ્ત્રાગારમાંથી એક નવા જ શસ્ત્રનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. આ નવું શસ્ત્ર છે “સ્પોન્જ બોમ્બ“. આ નવીન બોમ્બ કોઈપણ વિસ્ફોટ કરતો નથી અને ગાઝાની નીચે હમાસે બનાવેલી ટનલોના જટિલ નેટવર્કને સીલ કરવા સક્ષમ છે.
હમાસના આતંકીઓ ગાઝામાં તેમણે તૈયાર કરેલી સુરંગોનો ઉપયોગ કરીને, છુપાઈને હુમલાઓ કરે છે. આ પ્રકારની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઇઝરાયેલ સૈન્ય માટે પડકાર બની રહી છે. ઈઝરાયેલ આમ પણ નાવિન્યપુર્ણ હથિયારો નિર્માણ કરવા અને વાપરવા માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ત્યારે આ સ્પોન્જ બોમ્બ નામનું આ શસ્ત્ર ઇઝરાયેલના સૈન્ય સામે ઉભા થયેલા પડકારનો ઉત્તર સાબિત થશે. જોકે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) આ “સ્પોન્જ બોમ્બ” ના ઉપયોગ વિશે સંપુર્ણ રીતે ચૂપ્પી સાધી રહી છે પરંતુ અહેવાલો એવું જણાવી રહ્યા છે કે ઈઝરાયેલ આ નાવિન્યપુર્ણ હથિયારનો ઉપયોગ કરશે.
સ્પોન્જ બોમ્બ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે ?
“સ્પોન્જ બોમ્બ” એક રાસાયણિક હથિયાર છે અને તે પરંપરાગત વિસ્ફોટકોથી સાવ અલગ છે. તેના ઉપયોગથી પરંપરાગત બોમ્બની જેમ વિસ્ફોટ નથી થતો પરંતુ તેના બદલે તે અચાનક ફીણનો વિસ્ફોટ થાય છે. કહેવાય છે કે સ્પૉન્ઝ બોમ્બ બે અલગ અલગ કેમિકલ ભરેલી પ્લાસ્ટિકની બેગમાં હોય છે. આ કેમિકલને ધાતુની પ્લેટ અથવા સળિયા જેવી ધાતુથી એકબીજાના સંપર્કમાં ન આવે તેવી રીતે રાખવામાં આવે છે. બોમ્બ ફેંકાતા બે કેમિકલને અલગ કરતું આવરણ વચ્ચેથી દૂર થાય છે અને બેગમાંના રસાયણો એકબીજાના સંપર્કમાં આવે છે. બન્ને રસાયાણોનો એકબીજા સાથે સંપર્ક થતા તેની પ્રતિક્રિયા ફીણવાળું પ્રવાહી મિશ્રણ તૈયાર થાય છે. આ ફીણ ઝડપથી આજુબાજુના વિસ્તારમાં વીજળીવેગે ફેલાઈ જાય છે. ફીણ ફેલાતાની સાથે ટુંક જ સમયમાં પથ્થર જેવું મજબૂત બની જાય છે. આ બોમ્બના ઉપયોગ દ્વારા ઇઝરાયેલ “ગાઝા મેટ્રો” જેવા ટનલ પેસેજને અસરકારક રીતે અવરોધિત કરી શકશે અને સુરંગમાં છુપાયેલા આતંકવાદીઓ માટે સુરંગમાંથી બહાર આવવાના માર્ગો બ્લોક કરી દેશે અને તેમને સુરંગમાં જ બંદી બનાવી દેશે.
સ્પોન્જ બોમ્બના ઉપયોગના જોખમો
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) જોકે સ્પોન્જ બોમ્બ વિશે ચુપ્પી સાધી રહ્યું છે.આ બોમ્બના ઉપયોગના જોખમો પણ છે. સ્પોન્જ બોમ્બ અસ્થિર પ્રવાહી ધરાવતું હથિયાર છે પરિણામે કમનસીબ ઘટનાઓ બની શકે છે. આ બોમ્બના ઉપયોગથી કેટલાક સૈનિકો અંધ બની ગયા હોવાનું કહેવાય છે. આ જોખમને કારણે, ઇઝરાયેલ આધુનિક ટેક્નોલોજી જેવી કે ‘થ્રોબોટ્સ’ નો ઉપયોગ કરી શકે છે, જો કે, ભૂગર્ભ માર્ગોની અંદર રોબોટ્સ અને ડ્રોન્સના સંચાલનમાં નબળા સિગ્નલ અને નેવિગેશન મુશ્કેલીઓ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તેથી વિવિધ ટેકનોલોજીથી સજ્જ થ્રોબોટ્સ અને માઇક્રો-ડ્રોનનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવ્યું છે. થ્રોબોટ્સ તેને કંટ્રોલ કરતા કંટ્રોલરને ઇમજ પાછી રિલે કરી શકે છે જેનાથી રોબોટને દૂરથી કંટ્રોલ કરતો ઓપરેટર સુરક્ષિત રીતે ઓપરેટ કરી શકે છે તથા વધારે સૈનિકોની જરુર નથી પડતી. આ ઉપરાંત માઈક્રો-ડ્રોનના ઉપયોગનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે, જેનાથી સંભવિત જોખમોને ઘટાડી શકાય અને જટિલ ટનલ સિસ્ટમમાં નેવિગેટ કરવામાં સૈનિકોને મદદ થઈ શકે.
[…] આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં હમાસ (Hamas) ના આતંકીઓ પણ હાજર […]