Spread the love

બંગાળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 11 નવેમ્બરના રોજ લગભગ 16 લાખ નામો સુધારી અથવા કાઢી નાખવામાં આવ્યા બાદ 7.4 કરોડ મતદારોના નામો સાથે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યાના દિવસો બાદ સમાન નંબરોવાળા એકથી વધારે મતદાર કાર્ડની મળવાથી કમિશનમાં ચિંતામાં વધારો થયો છે.

બંગાળની 294 વિધાનસભા બેઠકોમાંથી 11ની બેઠકમાંથી એક જ નંબર ધરાવતા 25,000 થી વધુ મતદાર કાર્ડ મળી આવ્યા છે.

ઉલ્લખનીય છે કે બંગાળમાં વિપક્ષ ઘણા વખતથી ‘બોગસ’ મતદારો હોવાના આરોપો લગાવતો રહ્યા છે ત્યારે આ તારણોએ રાજ્યની મતદાર યાદીમાં “બોગસ” મતદારો હોવાના વિપક્ષના આક્ષેપોને બળ મળ્યુ છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 11 નવેમ્બરના રોજ લગભગ 16 લાખ નામો સુધારી અથવા કાઢી નાખ્યા બાદ 7.4 કરોડ મતદારોના નામો સાથે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યાના થોડાક જ દિવસો બાદ એક સમાન નંબરોવાળા એક કરતા વધારે મતદાર કાર્ડ મળી આવવાથી ચૂંટણી કમિશનમાં ચિંતા વધી છે.

કમિશનના સૂત્રોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સરહદે આવેલી બોનગાંવ દક્ષિણ (ઉત્તર 24-પરગના) અને નેપાળ સરહદે આવેલી પાણીટંકી (દાર્જિલિંગ) નજીક મટીગારા-નકસલબારી – આ બે બેઠકોમાં એક સરખા ઓળખ નંબરો ધરાવતા મોટાભાગના મતદાર કાર્ડ્સ ટ્રેસ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે બોનગાંવ ઉત્તર, મધ્યગ્રામ, રાજારહાટ-ગોપાલપુર, કેનિંગ પૂર્વા, બરુઈપુર પૂર્વા અને પશ્ચિમ, કુર્સિયોંગ, સિલીગુડી અને ફલાકાટાની બેઠકો પર એક સરખા એપિક (ઇલેક્ટોરલ ફોટો ઓળખ પત્ર) અથવા એક સમાન નંબર ધરાવતા અનેક મતદાર ઓળખ કાર્ડ પણ મળી આવ્યા હતા.

કમિશનના અધિકારીએ જણાવ્યુ હતુ કે “અમે જિલ્લાના વહીવટીતંત્રને તમામ કાર્ડની ભૌતિક રીતે ચકાસણી કરવા અને મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ્સ કાર્ડ દૂર કરવા કહ્યું છે…. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે શું આ કોઈ માનવીય ભૂલ છે કે વિદેશીઓને ભારતીય તરીકે ઓળખ આપવા માટેનું ષડયંત્ર છે.”

સમતદાર યાદીમાંથી એક સરખા નંબર ધરાવતા મતદાર ઓળખ કાર્ડ, જેમાં સ્પેલિંગ ભૂલ સાથે સરખા નામ ધરાવતા મતદાર ઓળખ કાર્ડ, એક સરખા ફોટો ધરાવતા મતદાર ઓળખ કાર્ડ તથા ડેમોગ્રાફિક સમાનપણુ ધરાવતા એક સરખા નંબર વાળા મતદાર ઓળખ કાર્ડની ઓળખ કરવા, ચૂંટણી કમિશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરી રહ્યું છે.

કમિશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચિંતા ક્લોન કરાયેલ ઓળખ નંબરોવાળા મતદાર કાર્ડની છે. “ઓળખ નંબરો યુનિક અને ઑટો જનરેટેડ હોવાથી બે કે તેથી વધુ કાર્ડમાં સમાન નંબરની શક્યતા ઓછી છે.”

કમિશનના અધિકારીઓએ બાકીની વિધાનસભા બેઠકો પર સમાન નંબર ધરાવતા એક કરતા વધુ મતદાર કાર્ડ નહી જ હોય તે સંભાવનાને નકારી કાઢી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સંકલન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અમે એક સરખા નંબર ધરાવતા મતદાર કાર્ડ શોધી અને દૂર કરી શકીએ છીએ.”

લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબને મળ્યા હતા બંગાળમાં લગભગ 16 લાખ નકલી અથવા ડુપ્લિકેટ મતદારો હોવાનો આરોપ લગાવ્યો હતો.

અંતિમ મતદાર યાદી 5 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી કમિશને જાહેર કરેલા ડ્રાફ્ટ રોલમાં 7.4 કરોડ મતદારો છે, જેમાં પૂર્વ-સુધારણા તબક્કામાં 6.2 લાખ નામ ઉમેરવામાં આવ્યા છે, 4.5 લાખ નામો દૂર કરવામાં આવ્યા છે અને 11.2 લાખ નામોમાં સુધારા કરવામાં આવ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *