વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી, 23 નવેમ્બરે ઝારખંડ અને અન્ય પેટાચૂંટણીઓની સાથે મહારાષ્ટ્રમાં પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે સ્પર્ધા છે. હવે એક સર્વે બહાર આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર વાપસી કરી શકે છે.
રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા MATRIZE સર્વે અનુસાર, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને રાજ્યમાં સ્પષ્ટ લીડ મળતી જોવા મળી રહી છે. સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મહાયુતિને 145થી 165 બેઠકો મળી શકે છે, જ્યારે વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA)ને માત્ર 106થી 126 બેઠકો મળવાની શક્યતા છે.
MATRIZE એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના એનસીપીના મહાયુતિ ગઠબંધનની સરકાર બનશે એવી આગાહી કરવામાં આવી છે. BJP+ પક્ષોને 48% વોટ શેર અને 150-170 બેઠકો મેળવવાનો અંદાજ છે, કોંગ્રેસ 110 થી 130 બેઠકો જીતવાની આગાહી છે, જ્યારે અન્ય 8 થી 10 બેઠકો જીતી શકે છે. MATRIZE મુજબ, કોંગ્રેસ+ 42% વોટ શેર જીતશે અને અન્ય 10% શેર મેળવી શકે છે.
MATRIZE એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભાજપ સરકારની આગાહી કરવામાં આવી છે. BJP+ 45% વોટ શેર અને 42-47 બેઠકો મેળવવાનો અંદાજ છે, કોંગ્રેસ 25 થી 30 બેઠકો જીતવાની આગાહી કરે છે, જ્યારે અન્ય 1 થી 4 બેઠકો જીતી શકે છે. MATRIZE મુજબ, કોંગ્રેસ+ 38% વોટ શેર જીતશે અને અન્ય 17% શેર મેળવી શકે છે.
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદ માટે એકનાથ શિંદે સૌથી વધુ પસંદગીનો ચહેરો છે. એક સર્વેક્ષણમાં, 40% લોકોએ શિંદેને સીએમ તરીકે ટેકો આપ્યો, જ્યારે 21% લોકોએ ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યો અને 19% લોકોએ દેવેન્દ્ર ફડણવીસને તેમના પ્રિય સીએમ ચહેરા તરીકે પસંદ કર્યા. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મોટાભાગના વિસ્તારોમાં ભારે સમર્થન મળી રહ્યું છે.
શું કહે છે સટ્ટા બજાર?
સટ્ટા બજારના વરતારા મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની રહી છે. સટ્ટા બજારના અંદાજ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 137-152 બેઠકો મળી શકે છે જેમાં ભાજપને 83-93, શિવસેનાને 42-52 તથા એનસીપીને 7-12 બેઠકો મળી શકે છે. જ્યારે મહાવિકાસ અઘાડીને 129-144 બેઠકો મળવાનો અંદાજ સટ્ટા બજાર લગાવી રહ્યું છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કૉંગ્રેસને 58-68, એનસીપી (શરદ પવાર) ને 35-45 જ્યારે શિવસેના (ઉદ્ધવ બાબાસાહેબ ઠાકરે) ને 26-31 બેઠકો મળવાની સંભાવના સટ્ટા બજાર દર્શાવી રહ્યું છે. આ બંને ગઠબંધન સિવાય 3-8 બેઠકો જવાની સંભાવના છે.
સટ્ટા બજારના અંદાજ મુજબ મહાયુતિ ગઠબંધનને 46% જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધનને 44% મત મળવાની સંભાવના છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ પર ફલૌદી સટ્ટા બજારનું આકલન
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે મહારાષ્ટ્રમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ફલૌદી સટ્ટા બજારનું આકલન છે કે મહારાષ્ટ્રમાં 288 સીટોની ચૂંટણી પર 144થી 152 સીટો ગઠબંધન સાથે લઈને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે છે. જ્યારે ઝારખંડમાં બાંગ્લાદેશી મુદ્દો સક્રિય રહ્યો તો ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ સરકાર બનાવી શકે છે. જેમાં કુલ 81 સીટોમાં 48થી 50 સીટો પર ભાજપ પોતાનો કબજો જમાવી શકે છે. બાકીની સીટો અન્યના ફાળે જવાનું અનુમાન છે.