- તમિલનાડુની ઘટના
- કેબ ડ્રાઈવરને થયુ આશ્ચર્ય
- સચ્ચાઈ ચેક કરવા મિત્રને કર્યા રુપિયા ટ્રાન્સફર
ચેન્નાઈના કેબ ડ્રાઈવરનું રાજકુમાર પોતાના મિત્ર સાથે તામિલનાડુના કોડંબક્કમમાં રહે છે. રાજકુમારનું બેંક ખાતુ તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકમાં છે. કેબ ડ્રાઈવર રાજકુમારને થોડા દિવસો પહેલા 9 મી સપ્ટેમ્બરના રોજ પોતના મોબાઇલમાં આવેલો બેંકનો મેસેજ જોઈને આશ્ચર્ય થયુ. રાજકુમારના ખાતામાં તેણે કલ્પના પણ ન કરી શકે તેટલા રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એવી જાણકારી મેસેજ દ્વારા આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે કેબ ડ્રાઈવરને તેના બેંક ખાતામાં રકમ જમા થવાનો મેસેજ મળ્યો ત્યારે તેને પહેલા એવું લાગ્યું કે આ કોઈ કૌભાંડ છે. રાજકુમાર આભો જ બની ગયો હતો, તેને કલપના જ નહોતી આવતી કે આટલા બધા રુપિયા તેના ખાતામાં આવી ગયા છે તેથી ખરાઈ કરવા માટે રાજકુમારે તેના એક મિત્રને 21,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, જે તેના મિત્રના ખાતામાં સફળતાપુર્વક ટ્રાન્સફર થઈ ગયા હતા. રાજકુમારને હવે ખાત્રી થઈ ગઈ કે ખરેખર આટલી મોટી રકમ બેંક દ્વારા તેના બેંક ખાતામાં મોકલવામાં આવી હતી. ખરેખર રાજકુમારના ખાતમાં આકસ્મિક રીતે 9000 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા.
જો કે, થોડીક વાર બાદ બેંકના અધિકારી દ્વારા રાજકુમારનો સંપર્ક કરવામાં આવ્યો અને જણાવાયું કે ભુલથી તેના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે અને રાજકુમારના ખાતામાંથી અડધા કલાકમાં બેંક દ્વારા બાકીની રકમ પરત લઈ લેવામાં આવી હતી. બેંક દ્વારા રાજકુમારે પોતાના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરેલા 21,000 રુપિયા પણ પરત જમા કરાવી દેવા જણાવાયુ હતુ. આ બાબતના પ્રત્યાઘાત બેંકમાં જુદી રીતે પડ્યા હતા.
આ ઘટના બાદ બેંકના સીઈઓ એસ કૃષ્ણને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. જો કે, કૃષ્ણને તેમની મુદત હજુ બાકી હોવા છતાં રાજીનામું આપ્યું હોવાથી પોતે રાજીનામુ આપવા પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એસ કૃષ્ણનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું અને તે અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ જાણ કરવામાં આવી હતી. તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકે કૃષ્ણનના રાજીનામા અંગે શેરબજારને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે બેંકના સીઈઓ એસ. કૃષ્ણને એક વર્ષ પહેલા જ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બેંકના એમડી અને સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.