
દિનાંક 16/09/2021 ના દિવસે સારંગપુર ખાતે આવેલા મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાટર્સ નિવાસી તથા જગન્નાથ મંદિરના અખાડા નં. 3 ના પ્રમુખ શ્રી દિનેશભાઈ વાઘેલાના નિવાસ સ્થાને “ભારતીય જનતા પાર્ટી – અમદાવાદ શહેર – અનુસૂચિત જાતી મોરચા” ની સમસ્ત ટીમને ગણપતિ બાપાની મહાઆરતી કરવા માટે આમંત્રિત કરવામાં આવી હતી.

ગણપતિ બાપ્પાની મહાઆરતીનુ આમંત્રણ મળતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ સાજે 07:30 વાગ્યે ગોમતીપુર પહોંચ્યા હતા. ભગવાન ગણેશજીની આરતી ઉતાર્યા બાદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ પદાધિકારીઓનુ કેસરી પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક પદાધિકારીને ગણેશજીની છબી ધરાવતા ચાંદીના સિક્કા ભગવાન ગણેશજીની પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, અમદાવાદ શહેર અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ મકવાણા, મહામંત્રી શ્રી વિજયભાઈ સોલંકી, મહામંત્રી શ્રી જગદીશભાઈ કોરડીયા, મંત્રી શ્રી બળદેવભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ શ્રી ચિરાગભાઈ શ્રીમાળી, કાર્યાલય મંત્રી શ્રી આશીષભાઈ રાણા, શ્રી મીનેષભાઈ, અનુ.જાતી મોરચાના સોશ્યલ મીડિયા વિભાગના પ્રદેશ પ્રભારી શ્રી બીમલભાઈ પાટીલ અને પ્રદેશ મીડીયા વિભાગના ઉત્તર ઝોન પ્રભારી શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી, ગોમતીપુર વોર્ડ પ્રમુખ શ્રી મુકેશભાઈ રેવર અને મહામંત્રી શ્રી ઉદયભાઈ પટેલ, અનુસુચિત મોરચાના કાર્યકર્તા શ્રી સંદીપભાઈ રાજન અને શ્રી નરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.