Karnataka
Spread the love

કર્ણાટકમાં (Karnataka) સેક્સ વર્કર્સ પાસે આધાર કાર્ડ હોવા છતાં, તેઓ સરકારી યોજનાઓના લાભોથી વંચિત છે. તેમની પાસે રેશન કાર્ડ પણ નથી અને તેઓ મફત તબીબી સારવારનો લાભ પણ મેળવી શકતા નથી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે (NCSC) ત્યાંના દલિત સેક્સ વર્કરોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે એક વિશેષ પહેલ કરી છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે (NCSC) કર્ણાટકના (Karnataka) સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી છે અને સુનિશ્ચિત કર્યું છે કે દલિત સેક્સ વર્કરનું રેશન કાર્ડ (Ration Card) અને આયુષ્માન કાર્ડ (Ayushyaman Card) સમયમર્યાદામાં બનાવવામાં આવે.

અનુસૂચિત જાતિ આયોગના (NCSC) અધ્યક્ષ કિશોર મકવાણાએ (Kishor Makawana) જણાવ્યું હતું કે દલિત સેક્સ વર્કરોની સમસ્યાઓને સામાન્ય રીતે ગંભીરતાથી લેવામાં આવતી નથી, જ્યારે બંધારણ કહે છે કે તેમને તેમને કોઈપણ સરકારી યોજનાથી વંચિત રાખી શકાય નહીં. તેમણે કહ્યું કે જ્યારે કમિશને આ અંગે ચર્ચા શરૂ કરી, ત્યારે એ વાત સામે આવી કે સરકાર, વહીવટીતંત્ર અને સમાજ દલિત સેક્સ વર્કર્સના નાગરિક અધિકારો વિશે બિલકુલ ચિંતિત નથી.

કમિશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે સેક્સ વર્કર્સમાં કામ કરતી એક સામાજિક સંસ્થા દ્વારા જાણવા મળ્યું કે કર્ણાટકના (Karnataka) મૈસુર, મંડ્યા, કોડાગુ અને ચિકમંગલુર જિલ્લામાં 1,20,000 સેક્સ વર્કર્સ સક્રિય છે. શહેરોમાં સક્રિય આ સેક્સ વર્કર્સમાં નાના ગામડાઓમાંથી આવતી દલિત મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે.

અનુસૂચિત જાતિ આયોગના (NCSC) અધ્યક્ષે જણાવ્યું હતું કે કર્ણાટકમાં (Karnataka) દલિત સેક્સ વર્કરોની સમસ્યાઓ સમજવા અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે, તેમણે કર્ણાટકના (Karnataka) મૈસુરમાં એક જાહેર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે આ સંમેલન દ્વારા એ વાતની પુષ્ટિ થઈ છે કે દલિત સેક્સ વર્કરો પાસે રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ બંને નથી.

કર્ણાટકની (Karnataka) વંચિત દલિત સેક્સ વર્કર્સની વ્હારે આવ્યા કિશોર મકવાણા

અનુસૂચિત જાતિ આયોગના (NCSC) અધ્યક્ષ કિશોર મકવાણાએ (Kishor Makwana) જણાવ્યું કે ત્યાર બાદ સ્થાનિક પ્રસાશન સાથે સંકલન કરીને એ પ્રત્યેક મહિલાઓ પાસે જે કોઈ પણ પુરાવાઓ ઉપલબ્ધ હોય તેને માન્ય ગણીને તેમને રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવે. આયોગના અધ્યક્ષે સંમેલન દરમિયાન ને ત્યારબાદ પણ સ્થાનિક પ્રસાશન સાથે સતત સંકલનમાં રહીને, ફોલોઅપ દ્વારા સુનિશ્ચિત કર્યું કે અનુસૂચિત જાતિની (Schedule Caste) આ સેક્સ વર્કર્સને સરકારી યોજનાઓના લાભ મળી શકે એ મુજબના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી આપવામાં આવે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના (NCSC) ચેરમેન કિશોર મકવાણા (Kishor Makwana) નિયમિત જુદા-જુદા સરકારી સાહસોમાં રિવ્યુ મીટીંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના (NCSC) ચેરમેન કિશોર મકવાણાએ (Kishor Makwana) ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માં એક રિવ્યુ મીટીંગ યોજી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *