Spread the love

ટેરિટોરિયલ આર્મી આ વર્ષે તે પોતાનો 75મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ ભારતીય પ્રાદેશિક સેના દિવસ ( Indian Territorial Army Day ) ઉજવાય છે. ટેરિટોરિયલ આર્મીની સ્થાપના 1949માં થઈ હતી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વર્ષે ટેરિટોરિયલ આર્મી દ્વારા 5 ચાઈનીઝ મેંડેરીન ભાષા નિષ્ણાતોની ભરતી કરવામાં આવી છે. તાજેતરમાં પ્રથમ તબક્કામાં પાંચ લોકોની તેમની મેન્ડરિન ભાષામાં બોલવાની અને લખવાની નિપુણતાને આધારે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટેરિટોરિયલ આર્મી દ્વારા જે પાંચ લોકોની ચાઈનીઝ મેંડેરીન ભાષા નિષ્ણાત પસંદગી કરવામાં આવી છે તેમની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. ચાઈનીઝ મેંડેરીન ભાષા નિષ્ણાતોની નિમણૂકની પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવી હતી જે થોડા જ મહિના પહેલા જ પૂર્ણ કરવામાં આવી હતી. ચાઈનીઝ મેંડેરીન ભાષા નિષ્ણાતોની નિમણૂકની પ્રક્રિયામાં ઉમેદવારોએ મેન્ડરિન ભાષાની લેખિત અને મૌખિક પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થનારા ઉમેદવારની પસંદગી ચાઈનીઝ મેંડેરીન ભાષા નિષ્ણાત તરીકે કરવામાં આવે છે.

ટેરિટોરિયલ આર્મી આ એક સ્વૈચ્છિક સેવા છે, જેમા નાગરિકને સૈન્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે અને જરૂર પડ્યે ભારતીય સેના દ્વારા પ્રશિક્ષિત નાગરિકની સેવા લઈ શકે છે. ટેરિટોરિયલ આર્મીમાં દેશના સામાન્ય નાગરિકના ધોરણે લશ્કરી અનુભવ મેળવી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લદ્દાખમાં ઘણા પ્રાદેશિક આર્મી દળો ( ટેરિટોરિયલ આર્મી ) તૈનાત કરવામાં આવ્યા છે. ટેરિટોરિયલ આર્મીની ભૂમિકા સેનાને વિવિધ સ્થિર ફરજો જેવી કે પ્રતિકૂળ કુદરતી સ્થિતિ કે અન્ય પરિસ્થિતિના કારણે રોડ બ્લોક થયા હોય તો ખુલ્લા કરી આપવા અથવા કમ્યુનિકેશનની લાઇનનું રક્ષણ અસરકારક રીતે કરવા માટે સહાયરૂપ થવાની છે.

ટેરિટોરિયલ આર્મી પોતાને સતત અપડેટ પણ કરતી રહે છે. તાજેતરમાં એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ ટેરિટોરિયલ આર્મી સાયબર સુરક્ષા નિષ્ણાતોની નિમણૂક અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે, જે લગભગ અંતિમ તબક્કામાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને આ મહિનાના અંત સુધીમાં મંજૂરી મળવાની આશા છે. ટ્રાયલના આધારે, અમે પ્રથમ વખત પાંચથી છ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સને સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”

ભારતીય સેના દુશ્મનનો સામનો કરવા માટે તમામ રીતે સશક્ત અને સજ્જ થઇ રહી છે, જે અંતર્ગત ભારતીય સૈનિકો ચીની ભાષા શીખશે તેમજ ટેરિટોરિયલ આર્મીમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની પણ ભરતી કરવામાં આવશે

ભારતને સૌથી વધુ જોખમ તેના જ પડોશી દેશ ચીન અને પાકિસ્તાનથી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ તેના સૈનિકોને ચીની ભાષા મેન્ડરિન શીખવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સેનાએ ટેરિટોરિયલ આર્મીમાં મેન્ડરિન ભાષાના નિષ્ણાતોની ભરતી શરૂ કરી છે. તેનો હેતુ એ છે કે ભારતીય સૈનિકો પણ ચીની ભાષા શીખી શકે અને પૂર્વ લદ્દાખમાં સરહદ પર ઊભેલા તમામ સૈનિકો ડ્રેગન કન્ટ્રીઝ વિશે માહિતી હોવી જોઈએ. આ ઉપરાંત આપણા સૈનિકો ચીની સૈનિકોની ભાષા સરળતાથી સમજી શકી, જેથી તેઓ પણ તેમની ભાષામાં જ જવાબ આપી શકે.


Spread the love