હવે ભારતમાં UPI પેમેન્ટ માટે બીજા સૌથી મોટા પ્લેટફોર્મ Google Payએ નવુ મોડલ અપનાવ્યું છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, Google Payએ બિલ પેમેન્ટ પર 0.5% થી 1% ની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ પે (Google Pay) એ હવે બિલ પેમેન્ટ પર સુવિધા ફી વસૂલવાનું શરૂ કરતા તેના દ્વારા વીજળી અને ગેસનું બિલ ચૂકવવા ઉપર 0.5% થી 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, જેમાં GST પણ સામેલ હશે.

જો કે, કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ જો આમ થશે તો ગૂગલ પે દ્વારા વીજળી અથવા ગેસ બિલ ચૂકવવા ઉપર વધારાના પૈસા ચૂકવવા પડશે.
કયા ટ્રાન્ઝેક્શન પર Google Pay દ્વારા ચાર્જ લેવામાં આવશે?
ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા વીજળી અથવા ગેસ બિલ ચૂકવવા ઉપર 0.5% થી 1% ચાર્જ ચૂકવવો પડશે જેમાં GST પણ શામેલ હશે. આ ચાર્જ RuPay કાર્ડ દ્વારા કરવામાં આવેલી બિલની ચુકવણી પર પણ લાગુ થશે. જો સીધા બેંક ખાતામાંથી યુપીઆઈ (UPI) દ્વારા ચુકવણી કરવા ઉપર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. એટલે કે UPI બેંક ટ્રાન્ઝેક્શન હજુ પણ ફ્રી રહેશે.
#GooglePay is all set to levy a convenience fee on customers using credit and debit cards to make bill payments.
— NDTV Profit (@NDTVProfitIndia) February 20, 2025
Here is @Vishwanath4389 with all the details.
Read: https://t.co/FPYeDURLm0 pic.twitter.com/Rio168ogKi
PhonePe અને Paytm પણ કરે છે ચાર્જ?
ફોન-પે (PhonePe) અને પેટીએમ (Paytm) પહેલેથી જ બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને અન્ય સેવાઓ પર પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહ્યાં છે. હવે ભારતમાં UPI પેમેન્ટ માટે બીજા સૌથી મોટા પ્લેટફોર્મ Google Payએ પણ આ જ મોડલ અપનાવ્યું છે. જો કે, UPI દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગશે નહીં.

પ્રોસેસિંગ ચાર્જ કેટલો હશે? કન્વિનીયંસ ફી કેવી રીતે ચકાસવી?
મળતી માહિતી મુજબ, આ ચાર્જ ટ્રાન્ઝેક્શન અનુસાર બદલાઈ શકે છે. ચુકવણી કરતા પહેલા એપ્લિકેશનમાં ચાર્જની માહિતી દર્શાવવામાં આવશે. ગૂગલ પે પર બિલની ચુકવણી કરતી વખતે ચુકવણી કરતા પહેલા ચાર્જની માહિતી દર્શાવામાં આવશે. વધુમાં, આ ચાર્જ ગ્રાહકની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં જોવા મળશે. સંજોગાવશાત જો બિલની ચુકવણી અથવા ટ્રાન્ઝેકશન નિષ્ફળ થશે તો કંવિનીયન્સ ફી સાથે બિલની રકમ રિફંડ કરવામાં આવશે.
Google Pay એ શા માટે કર્યો ફેરફાર?
ફિનટેક કંપનીઓને UPI ટ્રાન્ઝેક્શનથી સીધી આવક મળતી નથી, જેના કારણે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. UPI પેમેન્ટ પર થતા ખર્ચને ધ્યાનમાં રાખીને, Google Pay, PhonePe અને Paytm જેવી કંપનીઓ હવે આવક ઉભી કરવાના નવા-નવા રસ્તાઓ શોધી રહી છે.
PwCના એક અહેવાલ મુજબ, ફિનટેક કંપનીઓએ FY24માં UPI ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયામાં લગભગ રૂ. 12,000 કરોડનો ખર્ચ થયો હતો. તેથી, કંપનીઓ હવે તેમની સેવાઓથી સીધા પૈસા કમાવવા માટે નવી રીતો અપનાવી રહી છે. આ કારણે હવે આ કંપનીઓએ યુઝર્સ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે.
આ ચાર્જથી ગ્રાહક કેવી રીતે બચી શકે?
ગ્રાહક કન્વિનીયંસ ચાર્જ અથવા વધારાનો ચાર્જ ટાળવા માંગતા હોય તો જ્યાં બેંક-ટુ-બેંક UPI વ્યવહારો હજી પણ મફત છે તેવી UPI નો ઉપયોગ કરવો જોઈએ.
જાન્યુઆરી 2025 માં UPI વ્યવહારોમાં થઈ 39% વૃદ્ધિ
2020 માં સરકારે ₹2000 કરતા ઓછી રકમના UPI વ્યવહારો પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) માફ કરતા ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન મળ્યું હતું. જાન્યુઆરી 2025માં 16.99 અબજ UPI વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય ₹23.48 લાખ કરોડ હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 39% વધારો દર્શાવે છે.