– IIFL વેલ્થ એન્ડ હુરુન ઈન્ડિયાએ યાદી જાહેર કરી
– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી પ્રથમ સ્થાને
– ગૌતમ અદાણી દ્વિતીય સ્થાને
ભારતના સૌથી ધનિક લોકોની યાદી
IIFL વેલ્થ એન્ડ હુરુન ઈન્ડિયાએ ભારતના વર્ષ 2021ના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પર ગુજરાતના ઉદ્યોગપતિઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી જૂથના ગૌતમ અદાણી છે. પ્રથમ સ્થાને રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ 7,18,000 કરોડ જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 5,05,900 કરોડ જણાવાઈ છે. ભારતના સૌથી ધનિક ટોપ ટેનની યાદીમાં પ્રથમ વખત ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીનો સમાવેશ થયો છે.
ભારતના સૌથી ધનિક 10ના નામ
વર્ષ 2021ની ભારતના સૌથી ધનિક ટોપ ટેન લોકોની યાદી IIFL વેલ્થ એન્ડ હુરુન ઈન્ડિયાએ જાહેર કરી છે તેના નામ આ મુજબ છે. પ્રથમ સ્થાને 7,18,00 કરોડની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા 5,05,900 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી દ્વિતીય સ્થાને છે. 2,36,600 કરોડની સંપત્તિ સાથે શિવ નાદર ત્રીજા સ્થાને, 2,20,000 કરોડ સંપત્તિ ધરાવતા એસ.પી. હિન્દુજા ચોથા સ્થાને, પાંચમા સ્થાને રહેલા એલ.એન. મિત્તલ 1,74,000 કરોડ સંપત્તિ ધરાવે છે. છઠ્ઠા સ્થાન પર સાયરસ પૂનાવાલા છે જેમની સંપત્તિ 1,63,700 કરોડ છે, સાતમા સ્થાને 1,54,000 કરોડની સંપત્તિ ધરાવતા રાધાક્રિશ્ના દામાણી રહ્યા છે. 1,31,600 કરોડ સંપત્તિ ધરાવતા વિનોદ અદાણી આઠમા સ્થાને છે. નવમા પગથિયા પર 1,22,200 કરોડની સંપત્તિ સાથે કુમાર મંગલમ્ બિરલા બિરાજ્યા છે જ્યારે દસમા નંબરે 1,21,600 કરોડ સંપત્તિ ધરાવતા જય ચૌધરી છે.
દૈનિક આવકમાં ગૌતમ અદાણી પ્રથમ જ્યારે મુકેશ અંબાણી નવમા સ્થાને
દૈનિક આવક જોતા ગૌતમ અદાણી 1002 કરોડ દૈનિક આવક સાથે પ્રથમ સ્થાને તથા દૈનિક 163 કરોડ દૈનિક આવક ધરાવતા મુકેશ અંબાણી યાદીમાં નવમા સ્થાને છે. જ્યારે દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવી રહેલા વિનોદ અદાણીની દૈનિક આવક 245 કરોડ છે અને તેઓ ચોથા સ્થાને રહ્યા છે. કોરોના વિરોધી કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરતી સીરમ ઈન્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સાયરસ પૂનાવાલા 190 કરોડની દૈનિક આવક સાથે સાતમા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 261% નો વધારો થયો છે.