બનવિદેશી રોકાણકારોએ ચીનને મોટો ઝટકો આપતા ચીનમાં પોતાનું જંગી રોકાણ પાછું ખેંચી લીધું છે પરિણામે ચીનની અર્થવ્યવસ્થા સમક્ષ મોટો ખતરો ઉભો થયો છે.
વિદેશી રોકાણકારો ચીનમાંથી ઝડપથી તેમના રોકાણો પરત ખેંચી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. તેના કારણે ચીનની તિજોરીને મોટો ઝટકો પડ્યો છે અને ચીનના જીડીપી પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ચીનનું અર્થતંત્ર ટુટવાનો ભય ઉભો છે. ટુટતી જતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ચીને તાજેતરમાં અબજો ડોલરના પેકેજની જાહેરાત કરવી પડી છે. જો કે, પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે ચીનનું આ પગલું અપૂરતું સાબિત થશે. અહીં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા તરીકે અગ્રીસર રહી છે. પરંતુ તે અગ્રેસર રહેશે ખરા?
વિદેશી રોકાણકારો આડેધડ રીતે ચીનમાંથી તેમના રોકાણો પરત ખેંચી રહ્યા છે. આંકડાઓ અનુસાર આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોએ ચીનમાંથી 8.1 અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે ચીનમાંથી $12.8 બિલિયનનું ભંડોળ પાછું ખેંચ્યું છે. 1998 પછી વિદેશી રોકાણકારો દ્વારા ચીનમાંથી પરત ખેંચવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. એવો અંદાજ છે કે જો પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે તો આપણે 1990 પછી પ્રથમ વખત ચીનમાંથી સૌથી વધુ FDIનો વાર્ષિક આઉટફ્લો થઈ શકે છે.
IMF એ ઘટાડ્યો ચીનના વિકાસ દરનો અંદાજ
IMHએ ચીનના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આઈએમેફના અંદાજ અનુસાર આ વર્ષે ચીનની અર્થવ્યવસ્થા 4.8 ટકાના દરે વૃદ્ધિ પામશે. જ્યારે જિનપિંગ સરકારે 5 ટકાના વિકાસ દરનું લક્ષ્ય રાખ્યું છે. જોકે, આગામી વર્ષે ચીનનો જીડીપી 4.5 ટકા રહેવાની ધારણા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન ઉપર પણ જાપાનની જેમ અસ્થિરતાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ચીનનું રિયલ એસ્ટેટ સેક્ટર મંદીમાં સપડાયેલું છે જેની અસર બેંકિંગ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર ચીનની અર્થવ્યવસ્થા ઉપર મોટુ સંકટ ઉભુ થયુ છે.
ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ તરીકે ચુંટાવું પણ ચીન માટે સંકટનો સંકેત
ચીનની અર્થવ્યવસ્થા 2008ની નાણાકીય કટોકટી પછીની સૌથી મોટી મંદીનો સામનો કરી રહી છે. ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ પદે ફરી ચુંટાવું ચીનને વધુ મોંઘુ પડશે એવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી ભાષણોમાં ચીની ચીજવસ્તુઓ પર 60 ટકા સુધીની આયાત જકાત લાદવાની વાત કરી હતી. જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમનું ચૂંટણી વચન પાળશે તો ચીનને મોટો આંચકો લાગવાનો સંકેત છે. ચીનની જીડીપીની હાલત વધુ ખરાબ થઈ શકે છે. છેલ્લા ક્વાર્ટરમાં ચીનનો ડેટ-જીડીપી રેશિયો 366% પર પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે ચીનના જીડીપીનું એક યુનિટ પર 3.66 યુનિટના દેવાના બોજા હેઠળ દબાયેલું છે.
ભારતીય અર્થતંત્રમાં જબરદસ્ત તેજી
બીજી તરફ ભારતીય અર્થતંત્રમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતના અર્થતંત્ર વિશે દરરોજ સકારાત્મક અહેવાલો આવે છે, જે દર્શાવે છે કે ભારત વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. જાપાનથી લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, જેમાં ત્યાંના ટોચના અર્થશાસ્ત્રીઓએ ભારત વિશે મોટી વાતો કહી છે. જાપાનના ટોચના અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ 2025 સુધીમાં ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા સમાન અંદાજો લગાવવામાં આવ્યા છે. આ રીતે ભારત વિશ્વમાં હલચલ મચાવશે.