ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump Tariffs) નીતિઓએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ટ્રમ્પે હવે ફાર્મા કંપનીઓ પર ભારે કર લાદવાની પણ તૈયારી કરી છે. ચીને જેવા સાથે તેવા જેવો જવાબ આપતા કહ્યું કે અમે અંત સુધી લડીશું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump Tariffs) નીતિઓએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો તેમની ટીકા કરી રહ્યા છે અને તેને ખોટો નિર્ણય ગણાવી રહ્યા છે. પરંતુ મંગળવારે ટ્રમ્પે તેમના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ટ્રમ્પે વોશિંગ્ટનમાં રિપબ્લિકન ડિનરમાં કહ્યું, ‘મને ખબર છે કે હું શું કરી રહ્યો છું.’ એટલું જ નહીં, અત્યાર સુધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટ્રમ્પ ટેરિફથી (Donald Trump Tariffs) બચી ગઈ હતી. ટ્રમ્પ તેમને પણ આંચકો આપવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે તેઓ ફાર્મ કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ચીનથી આવતી દરેક વસ્તુ પર કુલ 104% ટેરિફ લાદવામાં આવશે, જેમાં 84% ટેક્સ અને પહેલાથી જ લાગુ 34% ટેક્સનો સમાવેશ થાય છે. ટ્રમ્પે તેમની ટીમને જે નેતાઓ વાટાઘાટો કરવા તૈયાર હોય તે નેતાઓ સાથે વાટાઘાટો કરવા કહ્યું છે. દરમિયાન ચીને ટેરિફના જવાબમાં કહ્યું છે કે અમે અંત સુધી લડી લઈશું.

ચીન ઉપર ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ (Donald Trump Tariffs) નવો ડંડો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવતા સસ્તા પેકેજો પર ટેક્સનો ડંડો ચલાવ્યો છે. સીએનબીસીના અહેવાલ મુજબ, ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય મેઇલ દ્વારા યુ.એસ.માં આવતા ઓછા મૂલ્યના પેકેજો પર ટેરિફ ત્રણ ગણો વધારવામાં આવ્યો છે. અગાઉ, 2 મે સુધી, $800 થી ઓછી કિંમતના પેકેજો પર 30% અથવા $25 (જે વધારે હોય તે) કર લાગતો હતો. તે હવે 90% અથવા $75 થઈ ગયો છે, અને 1 જૂન પછી $150 સુધી પહોંચી જશે.
ભારત ટેરિફ ઘટાડશે: અમેરિકી અધિકારીનો દાવો
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે ભારતને ટ્રમ્પની ટ્રેડ પોલિસીની (Donald Trump Tariffs) જીતનો પુરાવો ગણાવ્યું છે. મંગળવારે સેનેટ ફાઇનાન્સ કમિટીમાં, ગ્રીરે દાવો કર્યો હતો કે ભારત સહિત ઘણા દેશો હવે ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડવા માટે તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું, ‘કૃષિ સામાન પર આપણો સરેરાશ ટેરિફ 5% છે, પરંતુ ભારતનો ટેરિફ 39% છે.’ આ તફાવત સ્પષ્ટપણે દર્શાવે છે કે અસમાનતાએ આપણી વેપાર ખાધમાં વધારો કર્યો, જેના કારણે આપણું ઉત્પાદન સેક્ટર બરબાદ થયું. ટ્રમ્પ આ સંકટને સમજે છે.’ ગ્રીરે દાવો કર્યો હતો કે ભારત, આર્જેન્ટિના, વિયેતનામ અને ઇઝરાયલ જેવા દેશો ટ્રમ્પના ‘સમાનતા’ દબાણ હેઠળ ટેરિફ ઘટાડવા સંમત થયા છે.

ટ્રમ્પની ફાર્મા કંપનીઓ ઉપર ટેરિફ લગાવવાની તૈયારી
8 એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓ અંગે એક જાહેરાત કરતા વિશ્વમાં તણાવ વધ્યો છે. ટમ્પે ચેતવણી આપી હતી કે ફાર્મા આયાત પર ખૂબ જ ટૂંક સમયમાં ‘મોટા’ ટેરિફ લાદવામાં આવશે. નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટી (NRCC) ના એક કાર્યક્રમમાં ટ્રમ્પે ગર્જના કરતા કહ્યું કે ” અમે ટૂંક જ સમયમાં દવાઓ પર ટેરિફ લાદીશું!”. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા અને આજે, 9 એપ્રિલથી અમલમાં આવેલા જંગી ટેરિફમાંથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું હતું.
#Trumptariff plan: US President to announce levy on pharma imports soon
— Business Standard (@bsindia) April 9, 2025
Read the details here https://t.co/8KSdr11Etf#ReciprocalTariffs #tariffs #US
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ કહે છે કે આ ટેરિફ ફાર્માસ્યુટિકલ કંપનીઓને ચીન જેવા દેશો છોડીને અમેરિકામાં પોતાની ફેક્ટરીઓ સ્થાપવા માટે મજબૂર કરશે.