જાપાનની સોફ્ટબેન્ક ગ્રુપના ચેરમેન અને CEO માસાયોશી સોનનું માનવું છે કે, જિયો પોલિટિકલ ટેંશનના કારણે ચિપ ડિઝાઇન સેકટરમાં ભારત એક મોટા દેશ તરીકે ઉભરી શકે છે. સૂત્રોએ જાણકારી આપતાં કહ્યું કે, તેમણે ભારતમાં પોતાની પોર્ટફોલિયોની કંપનીઓના સંસ્થાપકોને 10 વર્ષના સંબંધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર કામ કરવા માટે કહ્યું છે. પોતાની બે દિવસીય ભારત યાત્રા દરમિયાન તેમણે પહેલા દિવસે મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે અને બીજા દિવસે દેશની રાજધાની દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
અબજપતિ CEOએ પોતાની યાત્રાના બીજા દિવસે સોફ્ટબેન્કની પોર્ટફોલિયો કંપનીના સંસ્થાપકોની મુલાકાત કરી હતી. જેમાં પેટીએમના CEO વિજય શેખર શર્મા, મિશોના CEO વિદિત આત્રે, ઓયોના CEO રિતેશ અગ્રવાલ, ઓલા કન્ઝ્યુમર અને ઓલા ઇલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલ, ફ્લિપકાર્ટના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને અનએકેડમીના CEO ગૌરવ મુંજાલ સાહિત્ય અન્યનો સમાવેશ થાય છે.
સૂત્રોએ કહ્યું કે, “સંસ્થાપકો સાથે બેઠક દરમિયાન સોને કહ્યું કે ભારતનું એન્જીનીયરીંગ ટેલેન્ટ દુનિયામાં સૌથી મોટું છે. તેમણે કહ્યું કે જિયો પોલિટિકલ કારણોથી ભારત ચિપ ડિઝાઇનમાં મોટો ખેલાડી બની શકે છે. સેમિકન્ડક્ટર કે ચિપ મેન્યુફેક્ચરિંગમાં ચીન અને તાઇવાન દુનિયામાં સૌથી આગળ છે. સોફ્ટબેન્કે છેલ્લા 10 વર્ષોમાં 15 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને ભારતમાં સોફ્ટબેન્કનું રોકાણ તેનાથી વધુ થઇ શકે છે.”
સોફ્ટબેન્ક ગ્રુપના સંસ્થાપકે કહ્યું કે, ચિપ ડિઝાઇનિંગ AI ઈકોનીમીનું હ્રદય હશે. ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા દરમિયાન સોને AIની આસપાસ બિઝનેસના ગ્રોથ પર જોર આપ્યું હતું.
સોને કહ્યું કે, AIનું ગ્લોબલ સ્તરે કેપિટલ એક્સ્પેન્ડિચર 9-10 હજાર અબજ ડોલર હશે અને સંસ્થાપકોએ AIને 10 વર્ષના દ્રષ્ટિકોણથી જોવાની જરૂરત છે. સોને કહ્યું કે, 2-3 વર્ષના AI પ્લાનિંગ બનાવવાથી અસફળતા જ મળશે. સોફ્ટબેન્કે ગત કેટલાક વર્ષોમાં ફ્લિપકાર્ટ, ઓલ, પેટીએમ, ડેલ્હીવરી, ફર્સ્ટક્રાઈ અને સ્વિગી જેવી ઘણી મોટી ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે.
જણાવી દઈએ કે, સોફ્ટબેન્કના CEO લગભગ 19 મહિના બાદ ભારત આવ્યા હતા. આ પહેલાં તેઓ ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના લગ્નમાં માર્ચ 2023માં દિલ્હી આવ્યા હતા. જાપાનીઝ કંપની સોફ્ટબેન્ક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોરદાર રિઝલ્ટ્સ જાહેર કરી ચુકી છે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 770 કરોડ ડોલરનો નફો થયો હતો જે ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં 614 કરોડ ડોલરના નેટ લોસમાં હતી, આ પ્રોફટીનું મુખ્ય કારણ ભારતીય IPO માર્કેટની મજબૂત સ્થિતિ છે. ફર્સ્ટક્રાઈ અને ઓલા ઇલેક્ટ્રિકના લિસ્ટિંગથી તેને બંપર રિટર્ન મળ્યું હતું.