Spread the love

યુએસએના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલના કાચના બનેલા પ્રવેશદ્વારની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં બ્લાસ્ટ થઈને આગ લાગતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસે શું કહ્યું

લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના શેરિફ કેવિન મેકમહિલે જણાવ્યું હતું કે, “પ્રતિષ્ઠિત લાસ વેગાસ બુલવર્ડ પર વિસ્ફોટ પછી, અમે અમારા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે દરેક સાવચેતી રાખીએ છીએ.અમે સેકન્ડરી ઉપકરણો શોધી રહ્યા છીએ.” “અમે તે ધીમે ધીમે ગતિ કરી રહ્યા છીએ અને અમે ખાતરી કરીશું કે અમે અમારા લોકો સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરીશું.”

આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિનું મોત

મેકમહિલે જણાવ્યું હતું કે વિસ્ફોટથી વાહનના અજાણ્યા ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું અને લગભગ સાત લોકો ઘાયલ થયા હતા અન્ય કોઈ ખતરો નથી દેખાતો. આ સાથે તેમણે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે. મેકમહિલે કહ્યું કે તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે પરંતુ આ સમયે અકસ્માત સંબંધિત અન્ય કોઈ માહિતી આપી શકીએ તેમ નથી. ઉલ્લેખનીય છે કે પોલીસને બુધવારે સવારે 8.40 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી.

ટ્રમ્પ હોટેલ પરના હુમલાએ ઉભા કર્યા સવાલો

મેકમહિલે કહ્યું “જો કે, સાયબરટ્રક… ટ્રમ્પ હોટેલ પરનો હુમલો ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે જેના ઉત્તરઓ શોધવાના અને તે ઉત્તરોના સહારે આગળ વધવાની જરૂર છે.” ઉલ્લેખનીય છે કે સાયબરટ્રક્સ એલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા બનાવવામાં આવે છે. મસ્ક નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આંતરિક વર્તુળનો એક ભાગ છે. આનાથી સોશિયલ મીડિયા પર ચિંતા વધી છે કે આ હુમલો રાજકીય ઇરાદાથી પ્રેરિત છે.

મેકમહિલે જણાવ્યું હતું કે સાયબરટ્રક હોટલની સામે “હોટેલના કાચના પ્રવેશદ્વાર સુધી આવી ગઈ હતી. પછી વાહનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને પછી ટ્રકમાંથી મોટો વિસ્ફોટ થયો.” સોશ્યલ મીડિયા પ્લેટ્ફોર્મ X ઉપર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં, એક વ્યક્તિએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે તે હોટલની સામે હાજર હતો, તે સંપૂર્ણ રીતે બળી ગયેલી સાયબરટ્રક દેખાતી હતી, જેમાંથી વિસ્ફોટ થતો હોય તેવો અવાજ આવ્યો હતો.

એલન મસ્કે શું કહ્યુ

આના પર એલોન મસ્કએ X પર એક પછી એક ઘણી પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આજ સુધી કોઈ સાયબરટ્રક સાથે આવું કંઈ થયું નથી અને તેમની કંપનીની વરિષ્ઠ ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ સાથે મસ્કે તેને આતંકવાદી હુમલો પણ ગણાવ્યો હતો.

ઈલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે આ આતંકવાદી હુમલો હોઈ શકે છે. તેમણે લખ્યું, ન્યૂ ઓર્લિયન્સથી સાયબરટ્રક અને એફ-150 આત્મઘાતી બોમ્બ ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા. શક્ય છે કે બંને વચ્ચે કોઈ સંબંધ હોય.

ઘટના પહેલા ન્યૂ ઓર્લિયન્સમાં એક પીકઅપ ટ્રકે 15 લોકોને કચડી નાખ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા સમય પહેલા એક ડ્રાઈવરે ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચઢાવી દીધી હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. FBI ઘટના સ્થળેથી મળી આવેલા ઓછામાં ઓછા એક શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણની તપાસ કરી રહી છે જેને આતંકવાદના કૃત્ય તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *