યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી મળ્યા બાદ યુક્રેન વધુ આક્રમક બન્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેને શનિવારે રશિયા પર 9/11 જેવો હુમલો કર્યો છે. યુક્રેન આર્મીએ કઝાનમાં 6 ઈમારતો પર ડ્રોન હુમલો કર્યો હતો, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
હુમલા બાદ ઈમારતો ખાલી કરાવવામાં આવી છે અને શાળાઓને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે જ એક હુમલો થયો હતો. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
UAVs have hit at least three high-rise buildings in Kazan, Russia
— NEXTA (@nexta_tv) December 21, 2024
Photos and videos from the scene are being shared on local Telegram channels. pic.twitter.com/MN19u47uom
રશિયન સરકારી સમાચાર એજન્સીઓએ મોસ્કોથી લગભગ 500 માઇલ (800 કિમી) પૂર્વમાં આવેલા શહેર કાઝાનમાં ઓછામાં ઓછા છ ઉંચા ટાવર પર ડ્રોન હુમલાના અહવાલ આપયા છે. TASS એજન્સીએ જણાવ્યું હતું કે આઠ ડ્રોન હુમલાઓ નોંધવામાં આવ્યા છે, જેમાંથી છ સોસાયટીના ટાવર પર થયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, કમલેયેવા એવન્યુ ઉપર બે ડ્રોનથી હુમલો થયો હતો જ્યારે ક્લેરા ત્સેટકીન સ્ટ્રીટ, યુતાઝિન્સકાયા સ્ટ્રીટ, ખાદી તકતશ સ્ટ્રીટ, ક્રેસ્નાયા પોસિટ્સિયા અને ઓરેનબર્ગસ્કી ટ્રેક્ટ પરની ઇમારતો ઉપર એક ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્ય
સમાચાર એજન્સીઓએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને હુમલાના અહવાલ આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રશિયાની સુરક્ષા સેવાઓની નજીકની એક ટેલિગ્રામ ચેનલે વીડિયો ફૂટેજ શેર કર્યો છે. વીડિયોમાં એક હવાઈ ચીજ ઊંચી ઈમારત સાથે અથડાતી જોવા મળે છે, જેના કારણે આગનો મોટો ગોળો ઉઠતો દેખાય છે. કઝાન શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલા નાના શહેર ઇઝેવસ્કના એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.
❗️UKRAINE MOUNTED THREE WAVES OF DRONES TO ATTACK CIVILIAN INFRASTRUCTURE IN RUSSIAN CITY OF KAZAN
— Sputnik (@SputnikInt) December 21, 2024
Kiev used three waves of drone attacks from different directions to hit civilian targets in Kazan; three drones were destroyed, and three more were suppressed by electronic… pic.twitter.com/RyyV5I4r9X
રશિયન સરકારે ડ્રોન હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. હુમલા બાદ, કઝાનમાં સત્તાવાળાઓએ યુદ્ધ સ્તરે બચાવ અને રાહત પ્રયાસો શરૂ કર્યા અને અસરગ્રસ્ત ઇમારતોમાંથી રહેવાસીઓને બહાર કાઢ્યા.