– ઈઝરાયેલ હમાસ યુદ્ધ ચરમસીમાએ
– ચીને હટાવ્યું નકશામાંથી ઈઝરાયેલનું નામ
– નાનકડા દેશનો ઉલ્લેખ ઈઝરાયેલનો નહી
એક તરફ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ તીવ્ર બની રહ્યું છે જેને પરિણામે વિશ્વ બે હિસ્સામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે તેવામાં બીજી બાજુ ચીનથી એક મૉટા સમાચાર સામે આવ્યા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ચીનની કંપની અલીબાબા અને બાયદુ દ્વારા જાહેર કરવામાં આવેલા ઓનલાઈન મેપમાં ઈઝરાયેલનું નામ ગાયબ છે. અહેવાલ છે કે તાજેતરમાં ચીનમાં ઈન્ટરનેટ યુઝર્સે નકશામાંથી ઈઝરાયેલનું નામ ન હોવાનું ધ્યાને લીધું છે.
વૉલ સ્ટ્રીટ જર્નલે સોમવારે પ્રકાશિત કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ચીને તેના ઓનલાઈન નકશામાંથી ઈઝરાયેલનું નામ હટાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલે સોમવારે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ બાયડુ અને અલીબાબા જેવી ટોચની ચીની કંપનીઓએ ઇઝરાયેલને નામ દર્શાવ્યું નથી.
અહેવાલ મુજબ, Baidu પરના ડિજિટલ નકશા ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન પ્રદેશો વચ્ચેના સીમાંકન દર્શાવે છે પરંતુ ઈઝરાયેલનું નામ દર્શાવતા નથી. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે અલીબાબાના નકશામાં લક્ઝમબર્ગ જેવા નાના દેશોના નામ ચિન્હિત કરેલા હતા પણ ઈઝરાયેલનું નામ ગાયબ હતુ.
વૉલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત અહેવાલ પર અલીબાબા અને બાયડુએ આ ફેરફાર માટે સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ હમાસ યુદ્ધની શરૂઆતથી, ચીને યુદ્ધવિરામને સમર્થન આપ્યું છે. જો કે, ગયા અઠવાડિયે, ચીને સ્વીકાર્યું હતું કે ઇઝરાયેલને હમાસ સામે સ્વ-બચાવનો અધિકાર છે, જ્યારે ઈઝરાયેલના યુદ્ધ અંગેના વલણની ટીકા કરી હતી.