Spread the love

પૂર્વ આફ્રિકન દેશ માલાવીમાં પ્રમુખ નેતાઓને લઈ જતું લશ્‍કરી વિમાન આકાશમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, વિમાનમાં વાઇસ પ્રેસિડેન્‍ટ સાઉલોસ ચિલિમા સહિત 10 લોકો સવાર હતા. વિમાન સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેનું ચોક્કસ લોકેશન પણ મળી રહ્યું નથી. પ્‍લેનને લેન્‍ડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી અને તે દરમિયાન સંપર્ક તૂટી ગયો હતો.

માલાવીના રાષ્‍ટ્રપતિ લાઝારસ ચકવેરાના કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્‍યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્‍યારથી પ્‍લેન રડારથી ગાયબ થયું છે ત્‍યારથી ઉડ્ડયન અધિકારીઓ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્‍યાર સુધીના તમામ પ્રયાસો નિષ્‍ફળ ગયા છે. વિમાને સ્‍થાનિક સમય મુજબ સવારે ૯ વાગ્‍યે ટેકઓફ કર્યું હતું, જેમાં 51 વર્ષીય ચિલિમા અને અન્‍ય નવ લોકો સવાર હતા.

અધિકારીઓએ જણાવ્‍યું કે, માલાવીના રાષ્‍ટ્રપતિએ પ્રાદેશિક અને રાષ્‍ટ્રીય દળોને વિમાનને શોધવા માટે તાત્‍કાલિક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્‍યો છે. રાષ્‍ટ્રપતિ બહામાસ જવાના હતા, પરંતુ તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પ્‍લેન તેના ગંતવ્‍ય સ્‍થાન પર ઉતરવામાં નિષ્‍ફળ ગયું છે. મઝુઝુ માલાવીના ઉત્તરીય પ્રદેશમાં સ્‍થિત છે.

૨૦૨૨ માં, સાઉલોસ ચિલિમાને તેમની સત્તા છીનવી લેવામાં આવી હતી, જ્‍યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટિશપ્રમાલાવીના ઉદ્યોગપતિને સંડોવતા લાંચ કૌભાંડમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. ગયા મહિને, માલાવીયાની અદાલતે ચિલીમા સામેના આરોપોને ફગાવી દીધા પછી તેમણે ઘણી વખત કોર્ટમાં હાજરી આપી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.