TTD
Spread the love

TTD એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે જે તિરુપતિમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. થોડા સમય પહેલા તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ભારે હોબાળો થયો હતો. તપાસ બાદ આંચકાજનક ખુલાસો થયો હતો કે તિરુપતિ મંદિરમાં ચઢાવવામાં આવતા પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળ કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિર પ્રબંધન પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. હવે તિરુપતિ બાલાજી મંદિર મેનેજમેન્ટ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા તેના 18 કર્મચારીઓને હટાવી દીધા છે. આ કર્મચારીઓને બિન-હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ટ્રસ્ટે તેમની સમક્ષ એક શરત મૂકી હતી.

TTD એ મૂકી હતી શરત, આપ્યા હતા બે વિકલ્પ

આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના મેનેજમેન્ટે બિન-હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 18 કર્મચારીઓ સામે કાર્યવાહી કરતા તેમને હટાવી દીધા છે. આ કર્મચારીઓ સમક્ષ એક શરત મૂકવામાં આવી હતી જેમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે. દોષી ઠરાવાયેલા કર્મચારીઓને વિકલપ આપવામાં આવ્યા હતા કે કાં તો બધા અન્ય સરકારી વિભાગમાં ટ્રાન્સફર કરાવી લે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) માટે અરજી કરો. જો આ કર્મચારીઓ દ્વારા શરતનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જે કરવામાં આવી છે.

TTD એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે જે તિરુપતિમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે જે વિશ્વનું સૌથી અધિક શ્રદ્ધાળુઓ જે મંદિરમાં દર્શનાર્થે આવે છે તેમાંનું એક મંદિર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં TTD એક્ટમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો છે અને તે નક્કી કરવામાં આવ્યું છે કે મંદિર બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા માત્ર હિંદુઓની જ નિમણૂક કરવી જોઈએ.

1989માં જારી કરાયેલા સરકારી આદેશમાં એ પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું કે TTD દ્વારા સંચાલિત પદો પર નિમણૂક માત્ર હિંદુઓ સુધી જ મર્યાદિત રહેશે. જે ધાર્મિક અથવા સાંપ્રદાયિક પ્રકૃતિની સંસ્થાઓને તેમના પોતાના ધર્મના સભ્યોની નિમણૂક કરવાની મંજૂરી આપે છે બંધારણની તે કલમ 16(5) દ્વારા આ નિર્ણયને સમર્થિત છે.

એ જ રીતે એપી ચેરિટેબલ અને હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને એન્ડોમેન્ટ્સ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સનો નિયમ 3 મુજબ ધાર્મિક સંસ્થાઓના કર્મચારીઓએ હિંદુ ધર્મનું પાલન કરવું આવશ્યક છે. આ કાનૂની સમર્થન નવેમ્બર 2023 માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા મજબૂત કરવામાં આવ્યું હતું જ્યારે તેણે નિયમ 3 ને સમર્થન આપ્યું હતું, જે પુષ્ટિ કરે છે કે ટ્રસ્ટ બોર્ડ પાસે કર્મચારીઓને હિન્દુ ધર્મનું પાલન કરવાની આવશ્યકતા સહિત સેવાની શરતો ફરજિયાત કરવાની સત્તા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “TTDમાં હિંદુઓની આસ્થા સાથે રમત સહન નહીં કરવામાં આવે; 18 બિન હિંદુ કર્મચારીઓને હટાવી દેવાયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *