– વૈશ્વિક બદનામ ISIની આતંકવાદી સંગઠનો સાથે મિટિંગ થઈ
– જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની ફિરાકમાં આતંકીઓ
– સુરક્ષા દળો સાથે જોડાયેલા કાશ્મીરીઓને નિશાન બનાવી શકે છે
ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું
ભારતની એલર્ટ અને સતર્ક ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે POK (Pakistan Occupied Kashmir) ના મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી એજન્સી ISI અને આતંકી સંગઠનોના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નેતાઓ વચ્ચે 21મી સપ્ટેમ્બરે મિટિંગ થઈ હતી. એમાં ભારતની વિરૃદ્ધ મોટું ષડયંત્ર ઘડાયું હતું. એ બેઠકમાં ભારતમાં સૌથી વધુ જાનહાનિ કેવી રીતે થઈ શકે તેના કાવતરા ઘડાયા હતા.
શા માટે હુમલા કરવાનું ષડયંત્ર ઘડાયું ?
સતર્ક ગુપ્તચર વિભાગના કહેવા પ્રમાણે અસ્થાયી એવી કલમ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન જેવી ઈચ્છા રાખતું હતું એમ કાશ્મીરના લોકોએ વિરોધ કર્યો નથી અને કાશ્મીરના નાગરિકો હવે ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં ભળવા લાગ્યા છે એટલું જ નહીં સરકારી નોકરીઓમાં સામેલ થવા લાગ્યા છે તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી સંસ્થા ISI એ સુરક્ષાદળોના રડારમાં ન હોય એવા ગેરમાર્ગે દોરવાયેલા કાશ્મીરના યુવાનોને આગળ કરવાનું પણ આતંકવાદીઓને જણાવ્યું હતું.
200 લોકોનું હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી એજન્સી ISIના આદેશથી આતંકવાદીઓએ જેમને ટાર્ગેટ કરવામાં આવશે એવા ભારતના 200 જેટલા લોકોનું એક હિટ-લિસ્ટ પણ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં ભાજપ, RSS ના કાર્યકરો તથા કાશ્મીરી ન હોય એવા લોકો તથા કાશ્મીર પોલીસ, સુરક્ષા દળો, ગુપ્તચર તંત્રમાં, માટે કે સાથે કાર્ય કરતા કાશ્મીરીઓ સામેલ છે. ભારતની એજન્સીઓએ સુરક્ષાદળોને હાઈએલર્ટ રહેવાની સૂચના આપી છે. પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી એજન્સી ISI અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારતમાં સંખ્યાબંધ હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
કોને ટાર્ગેટ કરવામાં આવી શકે છે ?
એવું કહેવાય છે કે ભારતના સતર્ક ગુપ્તચર તંત્ર ના અહેવાલમાં જણાવવામાં આવ્યા અનુસાર પાકિસ્તાનના આ નવા ષડયંત્ર પ્રમાણે સૌથી પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતના ગુપ્તચર વિભાગ, સુરક્ષાદળોમાં કે અન્ય સુરક્ષા એજન્સી સાથે, માટે કાર્યરત કાશ્મીરીઓને નિશાન બનાવાય તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીર પોલીસને અને ડ્રગ્સ માફિયાઓની તથા આતંકવાદીઓની ગુપ્ત માહિતી આપતા કાશ્મીરીઓ, સુરક્ષાદળો સાથે કાર્યરત નાગરિકોને નિશાન બનાવીને અન્ય કાશ્મીરીઓમાં ધાક જમાવવા માટે આ ષડયંત્ર રચાયું હોવાના અહેવાલ છે. કાશ્મીરીઓ આગામી સમયમાં સુરક્ષાદળોમાં કે ભારતની સરકાર સાથે કામ ન કરે તે માટે આ હુમલા કરવાનું ષડયંત્ર ઘડાયું છે.
નવા નવા આતંકવાદી સંગઠનો બનાવી સુરક્ષા દળોને ભ્રમિત કરવાનું ષડયંત્ર
પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી સંસ્થા ISI એ આતંકવાદી સંગઠનો સાથે કરેલી મિટિંગમાં આતંકવાદી હુમલા બાદ ભારતના સુરક્ષા દળોને ભ્રમિત કરવા માટે નવા નવા આતંકી સંગઠનો બનાવવાનું તથા તે આતંકવાદી સંગઠનોના નામ પણ નક્કી થયા હતા. આતંકવાદી હુમલા કરાવ્યા પછી જેનું નામ પણ ન સાભળ્યું હોય એવા નવા આતંકી સંગઠનો તેની જવાબદારી લે તો ભારતના સુરક્ષાદળોનું ધ્યાન એ સંગઠનોનું પગેરું શોધવામાં જાય એવી ચાલબાજી એમાં ગોઠવાઈ હતી.
ભારતના સતર્ક ગુપ્તચર તંત્ર દ્વારા ષડયંત્રનો પર્દાફાશ
પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામ જાસૂસી સંસ્થા ISI અને આતંકવાદી સંગઠનોના નેતાઓ વચ્ચે થયેલી મિટિંગમાં ઘડાયેલા આખા ષડયંત્રનો ભારતના સતર્ક ગુપ્તચર વિભાગે પર્દાફાશ કરી દીધો હતો. ગુપ્તચર વિભાગે ઉચ્ચ અધિકારીઓને ગુપ્ત અહેવાલ આપીને આ બાબતે એલર્ટ કર્યા હતા. ગુપ્તચર તંત્રના અહેવાલ બાદ જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ સરહદી વિસ્તારમાં તૈનાત સુરક્ષાદળોના જવાનોને હાઈએલર્ટ કરાયા છે.
–