Spread the love

  • ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)નું મોટું ઓપરેશન
  • પોરબંદરમાંથી શ્રીનગરના ત્રણ આતંકવાદી, સુરતથી મહિલા ઝડપાઈ
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને પાઠવ્યા અભિનંદન

પોરબંદરથી ઝડપાયા આતંકી

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રથયાત્રા પહેલા જ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરીને એક મહિલા અને ત્રણ યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે શ્રીનગરના અન્ય એક યુવકની સંડોવણી સામે આવી છે. એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી આત્મઘાતી હુમલા કરવા અને કેવી રીતે અફઘાનિસ્તાન પહોંચવું તેના આયોજન સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એટીએસ દ્વારા ઝડપાયેલા મહિલા સહિતના આરોપીઓને પોરબંદર કોર્ટમાં રિમાન્ડની માંગણી માટે હાજર કરવામાં આવ્યા છે.

એટીએસ ને મળેલી બાતમીના આધારે હાથ ધરાયું ઓપરેશન

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ATS દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. ગુજરાત એટીએસને મળેલી માહિતીના આધાર પર, ગુજરાત એ.ટી.એસ.ની  ટીમે 9 મી જુનના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી આ દરમિયાન આ ત્રણ યુવાનોની ઓળખ કરીને વધારે પુછપરછ માટે તેમની અટકાયત કરાઈ હતી. અટકાયત કરાયેલા વ્યક્તિઓ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.

ISKP ના બેનરો અને ધ્વજ સાથેના કેટલાક ફોટો મળ્યા

પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાના શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવી છે. તેઓની વધુ પૂછપરછમાં જાણવા મળ્યુ છે. કે, તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા.

સુરતની મહિલાની સંડોવણી

ઝડપાયેલા આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અન્ય બે વ્યક્તિઓ ઝુબેર અહેમદ મુનશી તથા સુરતની સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ ISKPના આ જ મોડ્યુલના સદસ્યો છે. તેઓ પણ અટકાયત કરવામાં આવેલા ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત ATS અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પૂછપરછ કરવામાં આવતા તેણીએ ખુલાસો કર્યો હતો કે, તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.

આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે,  બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ ISKPના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય  વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી. જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ  ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી. એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહ, ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો હાલ ચાલુ છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.