Bhagwant MannBhagwant Mann
Spread the love

પંજાબના સીએમ ભગવંત માનના (Bhagwant Mann) સંભવિત પાકિસ્તાન પ્રવાસ અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મહાનુભાવોની વિદેશ યાત્રાઓ માટે રાજકીય મંજૂરી રાષ્ટ્રીય નીતિ હેઠળ આપવામાં આવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માનના (Bhagwant Mann) સંભવિત પાકિસ્તાન (Pakistan) પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટ કર્યું છે કે ભારતીય મહાનુભાવોની વિદેશ યાત્રાઓ (Foreign Tour) માટે રાજકીય મંજૂરી એક નિર્ધારિત રાષ્ટ્રીય નીતિ હેઠળ આપવામાં આવે છે. મંત્રાલયે પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાન (Pakistan) પ્રત્યેના ભારતના કડક કૂટનીતિક વલણનો પણ પુનરોચ્ચાર કર્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) સાપ્તાહિક બ્રીફિંગમાં (Weekly Briefing) જણાવ્યું હતું કે વિદેશી દેશો (Foreign Countries) સાથેના સંબંધોને લઈને ભારતની એક રાષ્ટ્રીય નીતિ (National Policy) છે અને દરેક પાસેથી તેનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે વિદેશ જનારા મહાનુભાવોને રાજકીય મંજૂરી આપતા પહેલાં મંત્રાલય સંબંધિત મામલાનું મૂલ્યાંકન કરે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સીએમ માનને (Bhagwant Mann) મળ્યું આમંત્રણ

વાસ્તવમાં, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને (Bhagwant Mann) પાકિસ્તાનના લાહોરમાં 27 થી 29 નવેમ્બર સુધી યોજાનારા ચોથા આંતરરાષ્ટ્રીય વિશ્વ પંજાબી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. સીએમ માને કહ્યું હતું કે તેમનું કાર્યાલય આ સંમેલનમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકાર પાસેથી ઔપચારિક મંજૂરી લેવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે આ આમંત્રણને લઈને એ સવાલ ઉઠાવ્યો હતો કે શું તેમને પાકિસ્તાન જવાની પરવાનગી મળશે? ગત મહિને પંજાબ વિધાનસભામાં પણ સીએમ માને (Bhagwant Mann) સંમેલનનું આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું વલણ

વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jayswal) આ મુદ્દાને લઈને સ્પષ્ટ કહ્યું કે જ્યારે અન્ય દેશો સાથેના સંબંધોની વાત આવે છે, ત્યારે અમારી એક રાષ્ટ્રીય નીતિ (National Policy) છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિ તેનું પાલન કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી વિદેશ જનારા મહાનુભાવોને રાજકીય મંજૂરી આપવાનો સવાલ છે, તો વિદેશ મંત્રાલય (MEA) પોતાની સમગ્ર નીતિને અનુરૂપ તેનું મૂલ્યાંકન કરે છે અને તે મુજબ આગળની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાનને (Pakistan) લઈને અમારું શું વલણ છે, તે દરેક માટે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *