Spread the love

ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ (IND vs AUS Boxing Day Test) માં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. ગિલની બહાર થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાને ત્રીજા નંબરે રાખ્યો છે. સુંદર ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે મેલબોર્નમાં ભારતનો બીજો સ્પિન બોલિંગ વિકલ્પ બની ગયો છે.

સેમ કોન્સ્ટાસે રચ્યો ઇતિહાસ

સેમ કોન્સેટ્સે (Sam Konsats Debut) પોતાની ટેસ્ટ કેરીયરની પ્રથમ મેચ રમતા ઈતિહાસ રચ્યો, ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ સામે બે સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી વખત વર્ષ 2021માં કોઈ બેટ્સમેને જસપ્રીત બુમરાહની બોલિંગમાં સિક્સર ફટકારી હતી. સેમ કોન્સ્ટાસે ત્રણ વર્ષ અને 4483 બોલ બાદ સિક્સર ફટકારી છે.

યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસે ગુરુવારે જ્યારે પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું અને તે જ દિવસે પોતાનું નામ ઈતિહાસના પાનામાં લખી નાખ્યું. કોન્સ્ટાસ ગુરુવારે ઓસ્ટ્રેલિયા તરફથી 19 વર્ષ અને 85 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ડેબ્યુ કરનાર ચોથો સૌથી યુવા બન્યો હતો. સેમ કોન્સ્ટાસને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માર્ક ટેલરે બેગી ગ્રીન કેપ આપી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *