પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતને અમેરિકા સામે હારવા સિવાય પણ મુસીબતનો સામનો કરી રહી છે. અમેરિકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમની અમેરિકા સામે શરમજનક હાર થઈ હતી. ત્યારથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરથી લઈ તેના ચાહકો પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઉપર જબરદસ્ત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. એક તરફ ટી20 વિશ્વ કપમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે ત્યાં બાબર આઝમની ટીમ પર એક નવી મુસીબત સામે આવી છે. પાકિસ્તાનના એક વકીલે તમામ ખેલાડીઓ સહિત કોચ અને અન્ય સ્ટાફ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. વકીલે આખી ટીમ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે જેમાં આખી ટીમ જેલ જઈ શકે તેવી સંભાવના સર્જાઈ છે.
પાકિસ્તાનના ગુજરાનવાલાના એક વકીલે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ સહિત અન્ય ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. વકીલે પોતાના કેસમાં ટીમના ખેલાડીઓ અને કોચ સહિત અન્ય સ્ટાફના નામ પણ સામેલ કર્યા છે. પાકિસ્તાનની ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ વકીલે અરજીમાં કહ્યું કે, તે અમેરિકા અને ભારત વિરુદ્ધ મળેલી હારથી દુખી છે.
વકીલે પકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની આખી ટીમ પર દેશના સમ્માનને દાવ પર લગાવી પૈસા કમાવવાનો પણ આરોપ લગાવ્યો છે. વકીલે આ મામલે તપાસ કરી રિપોર્ટ જમા કરવાની પણ માંગ કરી છે એટલું જ નહી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધની પણ માંગ કરી છે.
અમેરિકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની પ્રથમ મેચ અમેરિકા રમાઈ હતી. અમેરિકાના ટેકસાસના ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અમેરિકા સામે પાકિસ્તા 159 રન બનાવી શક્યું હતું પોતાને મળેલા લક્ષ્યાંકનો પીછો કરતા અમેરિકાની ટીમે 159 રન બનાવીને મેચ ટાઈ કરી દીધી હતી. નવા નિયમ મુજબ ટાઇ થતા મેચ સુપરઓવરમાં પહોંચી હતી અને જેમાં પાકિસ્તાનને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આટલું ઓછું હતું કે ન્યુયોર્કમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હાર આપી હતી. ત્યારથી પાકિસ્તનના પૂર્વ ક્રિકેટરો સહિત પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો પાકિસ્તાનની આખી ક્રિકેટ ટીમ પર ગુસ્સે થયેલા જોવા મળે છે.
