- સમાજવાદી પાર્ટીના નેતા સ્વામીપ્રસાદ મૌર્ય
- વિવાદિત નિવેદનોનો ટ્રેક રેકોર્ડ
- કહ્યું ઝીણાને કારણે ભારતના ભાગલા નહોતા થયા
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય બાંદાના જીઆઈસી મેદાનમાં આયોજિત બૌદ્ધ સંમેલનમાં ભાગ લેતા ભારત અને પાકિસ્તાનના ભાગલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે વિવાદ ઉભો કરતા રહેતા હોય છે. ફરી એકવાર સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બાંદામાં એક કાર્યક્રમમાં પહોંચેલા સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન ઝીણાના કારણે નહીં પરંતુ હિન્દુ મહાસભાના કારણે થયું હતું. આ સાથે સ્વામી પ્રસાદે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો દેશના દુશ્મન છે.
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય બાંદાના જીઆઈસી મેદાનમાં આયોજિત બૌદ્ધ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન સપા નેતાએ ભારત અને પાકિસ્તાનના ભાગલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં પહોંચેલા સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કોઈની સાથે ભેદભાવ કરી શકાય નહીં.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ભારતીય બંધારણ કહે છે કે આસ્થા, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે. જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેઓ દેશના દુશ્મન છે. આપણે કહીએ છીએ કે “હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ હમ સબ હૈ ભાઈ ભાઈ”. જો હિંદુ હિંદુરાષ્ટ્રની વાત કરે છે તો મુસ્લિમ કેમ નહીં કરે, શીખ કેમ નહીં કરે, બૌદ્ધ કેમ નહીં કરે, જૈન જૈન રાષ્ટ્રની વાત કેમ નહીં કરે. હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો દેશના દુશ્મન છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ઝીણાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ન હતું આ માંગ હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી હતી,હિન્દુ મહાસભાએ ઘણા સમય પહેલા હિન્દુ રાષ્ટ્રની માંગ કરી હતી. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ વીર સાવરકર રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. આટલું જ નહીં, તેમણે હિંદુ ધર્મ વિશે પણ ઘણી વખત ટિપ્પણી કરી છે જેને લઈને પણ વિવાદ ઉભા થયેલા છે.
તાજેતરમાં જ સ્વામી પ્રસાદ મૌર્યએ હરદોઈમાં એક કાર્યક્રમમાં હિંદુ ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સપાના નેતાએ કહ્યું હતું કે, “હિંદુ એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે ચોર, નીચ. આપણે જેને હિંદુ ધર્મ કહીએ છીએ તે બિલકુલ ધર્મ નથી. તે કેવી રીતે ધર્મ હોઈ શકે?” આ સિવાય સપા નેતાએ કહ્યું હતું – “જો હિન્દુ ધર્મ હોત તો બધાને સમાન દરજ્જો મળત. હિન્દુ રાષ્ટ્રની માંગ પણ બંધારણ વિરોધી છે અને જે આવું કરે છે તે દેશદ્રોહી છે.”