મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. કોર્ટે તેમને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે તેમના પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટે રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મેધાએ તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.
માનહાનિના કેસમાં સંજય રાઉત દોષી જાહેર
શિવસેના (ઉદ્ધવ જૂથ) ના સાંસદ સંજય રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. મુંબઈની રૂઈયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેધા કિરીટ રાઉતે તેમના પર અને તેમના એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યા હતા જેની વિરુદ્ધ પ્રોફેસર મેધા કિરીટ દ્વારા રાઉત સામે કલમ 499 (કોઈપણ પ્રકારના આરોપ લગાવવા અથવા પ્રકાશિત કરવા) અને 500 (માનહાનિ) હેઠળ કેસ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
ડૉ. મેધા સોમૈયાએ અરજીમાં શું કહ્યું હતું ?
પ્રોફેસર મેધા કિરીટ સોમૈયા દ્વારા એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું છે કે 15 એપ્રિલ, 2022 અને ત્યાર બાદ સંજય રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ અયોગ્ય નિવેદનો આપ્યા હતા. આ નિવેદનો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ અયોગ્ય નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાઇરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા.
સંજય રાઉતે કિરીટ સોમૈયા અને તેમના પત્ની પ્રોફેસર મેધા સોમૈયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાઉતે કહ્યું હતું કે કિરીટ સોમૈયાએ પત્નીની મદદથી 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું હતુ. આ અંગે કિરીટ સોમૈયાએ પણ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે સંજય રાઉત કોઈ પુરાવા આપશે તો જ જવાબ આપશે.