રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની પ્રથમ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે 41 ઉમેદવારોમાં સાત સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. વસુંધરા રાજેના નજીકના હરીફ નરપત સિંહ રાજવીની ટિકિટ કપાઈ છે જ્યારે વિદ્યાધર નગરથી ભાજપે દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા છે.
કયા સાંસદોની આપવામાં આવે ટિકિટ ?
ભાજપે કુલ સાત સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કયા સાંસદોને ટિકિટ અપાઈ છે ? ભાજપે વિદ્યાધરનગરથી સાંસદ દિયા કુમારી, રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણા, ભગીરથ ચૌધરી, સાંસદ બાલકનાથ, નરેન્દ્ર કુમાર,રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને જોતવાડાથી સાંસદ દેવજી પટેલને ટિકિટ આપી છે.
ભાજપે પોતાના 41 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં ગંગાનગરથી જયદીપ બિહાણી, ભદ્રાથી સંજીવ બેનીવાલ, ડુંગરપુરથી તારાચંદ સારસ્વત, સુજાનગઢથી સંતોષ મેઘવાલ, ઝુનઝુનુથી બબલુ ચૌધરી, મંડાવાથી નરેન્દ્ર કુમાર, નવલગઢથી વિક્રમ સિંહ જાખલ, ઉદયપુરવાટીથી સુભકરણ ચૌધરીને, ફતેહપુરથી શ્રવણ ચૌધરીને, લક્ષ્મણગઢથી સુભાષ મહેરિયા, દાંતા રામગઢથી ગજાનંદ કુમાવત, તેવી જ રીતે, વૈર (SC), થી બહાદુરસિંહ કોલી, હિંડૌન (SC)થી રાજકુમારી જાટવ, સપોટરાથી હંસરાજ મીણા, બાંદિકૂઇથી ભાગચંદ ડાકરા, લાલસોટથી રામ બિલાસ મીણા, બામણવાસથી રાજેન્દ્ર મીણાને, સવાઈ માધોપુરથી ડૉ. કિરોડીલાલ મીણા, દેવલી-ઉનિયારાથી વિજય બૈંસલાને ટિકિટ આપી છે.