Spread the love

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ચરમસીમા પર છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે નિગમ બોધ ઘાટ પર અરાજકતાનો આરોપ લગાવ્યો છે તો ભાજપે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે. આ બધાની વચ્ચે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહરાવના ભાઈએ પ્રતિક્રિયા આપીને કોંગ્રેસને ઘેરી છે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા પૂર્વ PMના ભાઈ મનોહર રાવે કહ્યું, “કોંગ્રેસે 20 વર્ષ પાછળ જોવું જોઈએ કે તેઓએ તેમના નેતા પીવી નરસિંહ રાવને કેટલું સન્માન આપ્યું છે. સોનિયા ગાંધી પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા નહોતા. તમે તમારી ઔપચારિકતા પૂરી કરો, પછી ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે ભાજપ ચોક્કસપણે જમીન આપશે. કોંગ્રેસે નરસિંહ રાવ માટે AICC ઓફિસના દરવાજા પણ નહોતા ખોલ્યા.”

‘બે ગજ જમીન નહોતી મળી’

તેમણે કહ્યું, “પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનથી હું દુખી છું. તેઓ 10 વર્ષ સુધી પીએમ રહ્યા. આ પહેલા પીવી નરસિંહ રાવની કેબિનેટમાં નાણા મંત્રી હતા. તેમને સ્વતંત્રતા આપીને, તેમણે તે સમયે ભારતમાં પ્રવર્તતી પરિસ્થિતિનું સંચાલન કર્યું. તે સમયે દરમિયાન પીવી નરસિંહ રાવ અને મનમોહન સિંહે ગુરુ-શિષ્યોની જેમ કામ કર્યું અને ઘણો વિકાસ કર્યો હતો.” કોંગ્રેસના આક્ષેપો પર તેમણે કહ્યું, “કોંગ્રેસના લોકો ભાજપને ફરિયાદ કરી રહ્યા છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવ્યા નથી. તેમણે પાછુ વળીને જોવું જોઈએ કે મનમોહન સિંહની સરકાર દરમિયાન તેમના ગુરુ પીવી નરસિંહ રાવને કેવું સન્માન આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં બે ગજ જમીન નહોતી અપાઈ. આજે મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સમગ્ર કેબિનેટ હાજર હતી પરંતુ પીવી નરસિંહ રાવના સમયે કોણ આવ્યા હતા, સોનિયા ગાંધી પણ નહોતા આવ્યા. તે હૈદરાબાદ તો આવી શક્યા હોત.”

મનોહર રાવે વધુમાં કહ્યું કે, “તમે પી.વી. નરસિંહ રાવની પ્રતિમા પણ નથી લગાવી. તમે તમારી સરકારમાં ભારત રત્ન પણ નથી આપ્યો. તમે મનમોહન સિંહને લઈને આરોપો લગાવી રહ્યા છો. તમે શું કર્યું હતું? પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાનોનું સન્માન કર્યું છે. તેઅમ્નું પણ સન્માન કરવામાં આવશે. તમે કોંગ્રેસ કાર્યાલયનો ગેટ પણ ન ખોલ્યો, આનાથી મોટી ઉદ્ધતાઈ શું હોઈ શકે.”

કોંગ્રેસ જ્યાં ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર અંગે કેન્દ્ર સરકાર ઉપર આરોપો લગાવી રહી છે ત્યારે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવના ભાઈ મનોહર રાવે કોંગ્રેસ ઉપર જે આરોપો લગાવ્યા છે તેનાથી રાજકારણમાં વધુ ગરમાવો આવવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Politics: ‘દિલ્હીમાં બે ગજ જમીન ન મળી’, નરસિંહ રાવના ભાઈએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સોનિયા ગાંધી માટે શું કહ્યું?”
  1. […] છે કે સંસદે આ કાયદો 1991માં જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે પસાર […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *