Spread the love

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને હોબાળો થઈ રહ્યો છે. સંસદમાં વિરોધ પક્ષોએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. હવે પીએમ મોદીએ આ મુદ્દે કોંગ્રેસને ન માત્ર ઉત્તર આપ્યો છે સાથે સાથે ઐતિહાસિક સત્ય રજૂ કરતી ટ્વીટર ઉપર પોસ્ટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ દ્વારા બંધારણ નિર્માતા ડૉ. આંબેડકરને કરવામાં આવેલા એક એક અપમાનો અને તેમની સરકાર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલા સન્માન અને તેમના સન્માન માટે કરેલા કર્યો પણ જણાવ્યા.

વડાપ્રધાને સોશિયલ મીડિયા સાઈટ X ઉપર લખ્યું કે, ‘કોંગ્રેસ અને તેની સડેલી ઈકોસિસ્ટમ એવું વિચારે છે કે તેમના જૂઠાણાં વર્ષો સુધી કરેલા તેમના દુષ્કૃત્યો ખાસ કરીને ડૉ. આંબેડકરના અપમાનને છુપાવી શકે છે, તો એ ભૂલ કરી રહી છે. ભારતના લોકોએ વારંવાર જોયું છે કે ડો. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે એક પરિવારની આગેવાની હેઠળની પાર્ટીએ કેવી રીતે દરેક સંભવિત ગંદી ચાલો ખેલી છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ લખ્યું કે, ડૉ. આંબેડકર પ્રત્યે કૉંગ્રેસના પાપોની યાદીમાં નીચેનાનો સમાવેશ થાય છે: તેમને એક વાર નહીં પરંતુ બે વાર ચૂંટણીમાં પરાજય આપ્યો. પંડિત નેહરુએ તેમની વિરુદ્ધ પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો. તેમને ભારત રત્ન ન આપવો. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું પોટ્રેટ ન મુકવા દઈને તેમનું અપમાન કરવું.

વડાપ્રધાન આજે કોંગ્રેસને સંપુર્ણ ઉઘાડી કરી નાખવાના મૂડમાં જણાયા તેમણે લખ્યું, કોંગ્રેસ ઈચ્છે તેટલો પ્રયાસ લે પરંતુ તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે SC/ST સમુદાયો સામે સૌથી ખરાબ હત્યાકાંડ તેમના શાસનમાં થયા છે. વર્ષો સુધી, તેઓ સત્તા પર બેઠા હતા પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું જ નક્કર નથી કર્યું.

તેમણે લખ્યું, ‘ડો. બાબાસાહેબ આંબેડકરને કારણે જ આપણે જે છીએ તે છીએ! અમારી સરકારે છેલ્લા એક દાયકામાં ડો. બાબાસાહેબ આંબેડકરના વિઝનને સાકાર કરવા માટે અથાક મહેનત કરી છે. કોઈપણ ક્ષેત્ર લો – પછી તે 25 કરોડ લોકોને ગરીબીમાંથી દૂર કરવાનું હોય, SC/ST એક્ટને મજબૂત કરવાનો હોય, અમારી સરકારના મુખ્ય કાર્યક્રમો જેવા કે સ્વચ્છ ભારત, PM આવાસ યોજના, જલ જીવન મિશન, ઉજ્જવલા યોજના અને વધુ, તેમાંથી દરેકે ગરીબ અને છેવાડાના લોકોના જીવનને સ્પર્શ્યું છે.

ડો. બાબાસાહેબ આંબેડકરને પોતાની સરકારે આપેલા સન્માન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા સાઇટ એક્સ ઉપરની પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, અમારી સરકારે ડૉ. આંબેડકર સાથે સંકળાયેલા પાંચ પ્રતિષ્ઠિત સ્થળોનો ‘પંચતીર્થ’ જેવા પવિત્ર નામથી વિકાસ કર્યો. દાયકાઓથી ચૈત્ય ભૂમિ માટે જમીનનો પ્રશ્ન પેન્ડિંગ હતો. અમારી સરકારે ન માત્ર આ સમસ્યાનું સમાધાન કર્યું, પરંતુ હું ત્યાં પ્રાર્થના કરવા પણ ગયો છું. જ્યાં ડૉ. આંબેડકરે તેમના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા તે દીલ્હીમાંના 26, અલીપુર રોડ પરના તેમના ઘરનો વિકાસ કર્યો છે. તેઓ લંડનમાં જે મકાનમાં રહેતા હતા તે મકાન પણ સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે.’

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ દ્વારા બંધારણ નિર્માતા ડૉ. આંબેડકરને કરવામાં આવેલા એક એક અપમાનો અને તેમની સરકાર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલા સન્માન અને તેમના સન્માન માટે કરેલા કર્યોની રજૂઆત કરી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *