Spread the love

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ પક્ષે મોરચો માંડયો છે. કોંગ્રેસ પર પ્રહાર સમયે બાબાસાહેબ આંબેડકર અંગે અપમાનજનક વિધાનો કર્યા હોવાનો આરોપ મુકીને કોંગ્રેસે તેના પર ચર્ચાની માંગણી કરતી સભા મોકુફીની નોટીસ ફટકારી છે.

શ્રી અમિત શાહે બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં બોલતા કોંગ્રેસ પર જબરદસ્ત હુમલો કર્યો હતો. પોતાના ભાષણમાં ગૃહમંત્રી અમિત શાહે ડૉ. આંબેડકરના બંધારણની રચનાના એક ખૂબજ મહત્વપૂર્ણ કામમાં તેમની ભૂમિકાને અવગણના કરવા જેવા વિધાના કર્યાનો આરોપ કોંગ્રેસના સાંસદ માનિકમ ટાગોરે કરીને આ નોટીસ ફટકારી છે.

કોંગ્રેસ પક્ષે શ્રી શાહના ભાષણનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં શ્રી શાહને એવું કહેતા દર્શાવાયો છે કે, આંબેડકર-આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે. જો આટલું નામ ભગવાનનું લેવાય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી શકે.

આ અંગે કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે, ભાજપ અને સંઘ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કેવી નફરત કરે છે તે દર્શાવી આપ્યુ છે. રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ મનુસ્મૃતિમાં વિશ્વાસ કરે છે અને આંબેડકરની અવગણના કરે છે અને તેની સાથે અસહમત હશે તેવું પણ જણાવ્યું હતું.

કોંગ્રેસના જયરામ રમેશે એક પોષ્ટમાં લખ્યુ કે, અમિત શાહે ડો.બાબાસાહેબ આંબેડકર અંગે ઘણી ધૃણીત વાત કરી છે અને હવે બાબાસાહેબ સામે સફરત એટલી કરે છે કે તેનું નામ આવતા જ ચીડાય જાય છે અને આ એજ લોકો છે જેના પુર્વે તો ડો. આંબેડકરનુ પુતળુ સળગાવતા હતા અને તેઓ સંવિધાન બદલવાની વાત કરતા હતા તેને જનતાએ બોધપાઠ શિખવાડી દીધા છે.

શ્રી અમીત શાહે કોંગ્રેસ પર સતત ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ લેવા પર પ્રહાર કરતા કહ્યું તમો (કોંગ્રેસ) આંબેડકર – આંબેડકર કરો છો જો આટલું નામ ભગવાનનું લો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જશે.

ભાજપે પણ પ્રત્યુત્તર આપતા કોંગ્રેસના નેતાઓ જે ભાષણના એક ભાગને કાપીને વિડીઓ શેર કરી રહી છે તે ભાષણનો આખો વિડીઓ શેર કર્યો હર્તો.

આ ઉપરાંત આજે સદનમાં કેન્દ્રિય મંત્રી કિરન રિજીજુએ જવાબ આપતા જણાવ્યું કે ‘ગઈકાલે ગૃહમંત્રી
અમિત શાહજીએ ગૃહમાં બાબા સાહેબ આંબેડકરજી પ્રત્યેનો અમારો આદર ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે કોંગ્રેસે ડૉ. આંબેડકરજીનું અપમાન કર્યું. કોંગ્રેસ પાર્ટીએ તેમને આટલા વર્ષો સુધી ભારત રત્નથી સન્માનિત ન કર્યા અને 1952ની ચૂંટણીમાં કાવતરું રચીને તેમને હરાવી દીધા.

કિરણ રિજીજુએ કહ્યું કે, હું બૌદ્ધ છું અને બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિ છું. આ દેશમાં બાબા સાહેબે 1951માં કાયદા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 71 વર્ષ બાદ પી.એમ
નરેન્દ્ર મોદીએ મને (જે બૌદ્ધ છે) દેશના કાયદા પ્રધાન બનાવ્યા છે.

એક તરફ કોંગ્રેસના આરોપો અને બીજી તરફ ભાજપના પ્રત્યારોપો તથા ઉત્તરો જામ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *