ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર સિંહ રાખ્યું છે. આ સાથે જ તેમણે તેમના દાદા શ્યામલાલ સિંહના અંતિમ સંસ્કાર બ્રજઘાટ ખાતે હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા હતા.
ગૌરીશંકર ગોત્ર અપનાવ્યું
સંસાર સિંહે ગંગામાં સ્નાન કરીને પોતાની જાતને શુદ્ધ કરી અને સનાતન ધર્મ અપનાવ્યો હતો. તેઓ પોતાના ગોત્ર વિશે જાણતા ન હતા તેથી, તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીના નામ પર ગૌરીશંકર ગોત્ર અપનાવીને હિંદુ ધર્મમાં પરત ફરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમનું કહેવું છે કે દેશમાં હિંદુ સમાજના અધિકારો સુરક્ષિત છે અને તેઓ સનાતન ધર્મ સ્વીકારીને ખુશ છે.
ચાર વર્ષથી કરી રહ્યા હતા પ્રયાસ
સંસાર સિંહે જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના ઈસ્લામાબાદનો છે. તેમના પૂર્વજો હિન્દુ હતા. પરંતુ મુઘલોના અત્યાચારને કારણે તેને ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પડી હતી. ભારતના ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો અને દિલ્હીમાં સ્થાયી થયો. હવે આ કુટુંબમાં 45 થી વધુ પરિવારો છે. જેમાં 150 જેટલા સભ્યો છે. સંસાર સિંહના જણાવ્યા અનુસાર ચાર વર્ષ પહેલા તેમના પરિવારે ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવવાનો સંકલ્પ લીધો હતો. પરંતુ કેટલાક વિરોધને કારણે પરિવારના સભ્યો ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે અટવાયા હતા. આખરે સનાતન ધર્મ અપનાવી લીધો હતો.
હિંદુ રીતિ-રિવાજ મુજબ સંસ્કાર કરવામાં આવશે
આ બધા પછી તેમના દાદાએ નક્કી કર્યું કે પરિવારના સભ્યો હવે હિન્દુ રીત-રિવાજો મુજબ પૂજા, ઉપવાસ અને તહેવારો ઉજવશે. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેમના દાદાના અંતિમ સંસ્કાર બ્રજઘાટ ખાતે હિન્દુ શૈલીમાં કરવામાં આવશે અને પરિવારનું નામ વંશાવળીમાં નોંધવામાં આવશે. તેમના દાદાની ઈચ્છા મુજબ, સંસાર સિંહે તેમના અંતિમ સંસ્કાર કર્યા અને બાદમાં પરિવારના તમામ સભ્યોના નામ વંશાવળીમાં નોંધવામાં આવ્યા હતા.
'खून में सनातन', सलमान खान बने संसार सिंह, हापुड़ में 45 परिवारों की हिंदू धर्म में की घर वापसी#Hapur #HapurNews #UttarPradesh #Hindu #HinduDharma #SanatanaDharmahttps://t.co/6u6XB9gcyd
— Republic Bharat – रिपब्लिक भारत (@Republic_Bharat) December 16, 2024
હિંદુ ધર્મમાં પરત ફરીને ગર્વ અનુભવે છે
સંસાર સિંહ અને તેમના પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે તેમના પૂર્વજોએ મુઘલોના દબાણમાં ઈસ્લામ અંગીકાર કર્યો હતો. પરંતુ હવે તેના પરિવારના તમામ સભ્યો ગર્વ અનુભવી રહ્યા છે કે તેમણે સનાતન ધર્મ અપનાવ્યો છે. તેઓ કહે છે કે લાંબા સમયથી તેનું સપનું હતું કે સનાતન ધર્મમાં પરત ફરે આજે તેનું સપનું પૂરું થયું છે.
મુગલોના કારણે બન્યા હતા મુસલમાન
સંસાર સિંહે એમ પણ જણાવ્યું કે તેમના દાદા અને પરદાદાના લોહીમાં સનાતન ધર્મના ઊંડા મૂળ છે. પરંતુ મુઘલોના અત્યાચારને કારણે તેણે ઈસ્લામ અંગીકાર કરવો પડ્યો. તેમનો પરિવાર ધોબી જ્ઞાતિનો છે. હવે તેઓએ તમામ સભ્યોના નામ બદલીને સનાતન ધર્મ અપનાવી લીધો છે.