Spread the love

ગુજરાત ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ ચર્ચા એવા સમયે સામે આવી છે. પટેલ 2021માં સીએમ બન્યા હતા. ત્યાર બાદ ભાજપે તેમના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 સીટો પર જીત મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ તેમના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

ગુજરાતમાં હવે રાજકીય ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં બજેટ સત્ર પુર્વે જ ફેરફાર થાય અને નવા નાણામંત્રીને બજેટ રજૂ કરી શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ વર્તમાન નાણામંત્રી કનુભાઈ દેસાઈને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. વર્તમાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કેબિનેટમાં પરત ફરી શકે છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતનાર ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. આ ઉપરાંત ભાજપને બે અપક્ષોનું સમર્થન છે. આવી સ્થિતિમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્નેહ મિલન કાર્યક્રમ બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ ચર્ચા સામે આવી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં પહેલા સંગઠન અને પછી સરકારી સ્તરે ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન મંત્રી મંડળમાં રહેલા ઋષીકેશ પટેલ, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ તથા કુવરજીભાઈ બાવળીયા તથા અન્ય કેટળાક મંત્રીઓને નવી ‘ભૂમિકા’ સોપાઈ શકે છે. ગુજરાતમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 27 સુધી હોઈ શકે છે ત્યારે ગુજરાતની વર્તમાન સરકારમાં કુલ 17 મંત્રીઓ છે. એવી પણ શક્યતા છે કે જો મંત્રીમંડળમાં ફેરબદલ થશે તો કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતો બાદ આવતા વર્ષે પાંચ મોટા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *