કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ આજે બાબા સાહેબના સન્માનની ચિંતા વ્યક્ત કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ આંબેડકર હયાત હતા ત્યારે તેમનું સન્માન કરવું જરૂરી નહોતું માન્યું. દાયકાઓ સુધી કોંગ્રેસે ભારતની સંસદમાં તેમનો એક પણ ફોટો મૂકવો જરૂરી નહોતું માન્યું. તેઓએ બાબા સાહેબને ભારત રત્ન આપવાનું જરૂરી ન માન્યું. આજે કોંગ્રેસ માત્ર પ્રતિસ્પર્ધામાં છે, કેમ? કારણ કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની એનડીએ સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન સાથે સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનોને વિકસાવ્યા છે અને ચિહ્નિત કર્યા છે.
‘કોંગ્રેસ દેખાડો કરી રહી છે’
ચિરાગ પાસવાને વધુમાં કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી તેઓએ બાબા સાહેબનું નામ લેવાનું તો છોડો, બાબાસાહેબને ભૂલાવી દેવાનું કામ કર્યું છે. આજે એ જ કોંગ્રેસ પાર્ટીને બાબા સાહેબના સન્માનની ચિંતા છે. કોંગ્રેસ માત્ર ડોળ કરી રહી છે. આ દરમિયાન ચિરાગ પાસવાને કહ્યું કે ગઈકાલે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન હું પણ ત્યાં હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. ચિરાગ પાસવાને કહ્યું કે કોંગ્રેસ આજે જે રીતે બાબા સાહેબના સન્માનની ચિંતા વ્યક્ત કરી રહી છે. આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ હયાત હતા ત્યારે તેમનું સન્માન કરવું યોગ્ય નહોતું માન્યું.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह के राज्यसभा भाषण के खिलाफ विपक्ष के विरोध-प्रदर्शन पर केंद्रीय मंत्री चिराग पासवान ने कहा, "…कांग्रेस आज बाबा साहेब के सम्मान को लेकर चिंता जता रही है, ये वही कांग्रेस है जिसने बाबा साहेब अंबेडकर के रहते हुए उन्हें सम्मान देना जरूरी… pic.twitter.com/5dsves4x0k
— ANI_HindiNews (@AHindinews) December 18, 2024
તેમણે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ચૂંટણી હરાવવાનું કામ કર્યું હતું. તેમના મૃત્યુ પછી પણ કોંગ્રેસ અને તેના નેતાઓ અને તેમની પાર્ટીએ બાબા સાહેબના સન્માનમાં કોઈ કામ કરવાનું યોગ્ય ન માન્યું. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન ભારતની સંસદમાં બાબા સાહેબની તસવીર લગાવવી પણ યોગ્ય ન ગણી. સંસદના સેન્ટ્રલ હોલમાં એક પરિવારના ત્રણ સભ્યોની તસવીરો લટકાવવામાં આવી હતી. પરંતુ આપણા દેશનું બંધારણ બનાવવાનું કામ કરનાર બાબા સાહેબની તસવીર ન હતી. આજે કેન્દ્ર સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલી દરેક જગ્યાને પસંદ કરીને વિકસાવી છે, જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો અથવા જ્યાં તેમનો જન્મ થયો હતો. વિકાસની આ હરીફાઈમાં કોંગ્રેસ પાછળ ન રહે, તેથી આજે તેઓ બાબા સાહેબનું નામ લઈ રહ્યા છે. કોંગ્રેસ માત્ર ડોળ કરી રહી છે. બાબા સાહેબનું સન્માન કરવાનું કામ દેશમાં કોઈએ કર્યું હોય તો અમારી NDA સરકારે કર્યું છે.