Spread the love

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે (02 જાન્યુઆરી, 2025) રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીઓ માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના, મનોહર લાલ ખટ્ટર બિહારના અને ધર્મેન્દ્ર પ્રધાન મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે. સુનિલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

કયા નેતાને કયા રાજ્યની જવાબદારી મળી?

આંદામાન અને નિકોબાર માટે તમિલિસાઈ સુંદરરાજન, આંધ્ર પ્રદેશ માટે પીસી મોહન, અરુણાચલ પ્રદેશ માટે સર્બાનંદ સોનોવાલ, આસામ માટે ગજેન્દ્ર સિંહ શેખાવત, ચંદીગઢ માટે સરદાર નરિંદર સિંહ રૈના, છત્તીસગઢ માટે વિનોદ તાવડે, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવ માટે ડૉ.રાધા મોહન દાસ અગ્રવાલ, હરિયાણા માટે ભૂપેન્દ્ર યાદવ, હિમાચલ પ્રદેશ માટે ડૉ.જિતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીર માટે સંજય ભાટિયા, કેરળ માટે પ્રહલાદ જોશી, લદ્દાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ માટે ડૉ. રાધાકૃષ્ણન, મેઘાલય માટે જ્યોર્જ કુરિયનને નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે મિઝોરમ માટે વાનતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, રાજસ્થાન માટે વિજય રૂપાણી, સિક્કિમ માટે કિરણ રિજિજુ, જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઅલ ઓરામને રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Politics: ભાજપે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક, પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની યોજાશે ચૂંટણી, જુઓ સંપુર્ણ લિસ્ટ”
  1. […] જાહેરાત કરવામાં આવશે. ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. ભાજપના ત્રણ ચૂંટણી […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *