Spread the love

  • એલજી સચિવાલયની ભલામણ
  • ગૃહ મંત્રાલયે કરી કાર્યવાહી
  • મુખ્યમંત્રી આવાસના નવીનીકરણમાં ગેરરીતિઓ જોવા મળી હતી

CAG દ્વારા ઑડીટની ભલામણ

દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનમાં થયેલી કથિત અનિયમિતતાના સંદર્ભે તારીખ 24 મે, 2023ના રોજ એલજી સચિવાલય દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરી છે. તારીખ 24 મેના રોજ, એલજી કાર્યાલયે કેજરીવાલના સત્તાવાર બંગલાના રિનોવેશન માટે થયેલા ખર્ચ સંબંધિત મામલાને લઈને કેગ દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીના નામના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા હતી. એલજીએ પોતાના પત્રમાં જણાવ્યુ હતુ કે સરકારી બંગલામાં રિનોવેશનના નામે મોટી રકમ ખર્ચવામાં આવી હતી. આ રિનોવેશન ત્યારે કરવામાં આવી રહ્યું હતું જ્યારે દેશમાં કોવિડ-19 રોગચાળો તેની ચરમસીમા પર હતો. કોવિડના મુશ્કેલ સમયમાં પણ દિલ્હીના સીએમ પોતાના ઘરના નવિનીકરણમાં વ્યસ્ત હતા. ગૃહ મંત્રાલયને લખેલા પોતાના પત્રમાં દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ પીડબ્લ્યુડીના પ્રભારી મંત્રીની મિલીભગતથી મુખ્યમંત્રીના બંગલાના રિનોવેશન પાછળ થયેલા ખર્ચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કેવા પ્રશ્નો ઉભા થયા છે અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશન ઉપર

મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વધારાના આવાસ આપવાની દરખાસ્ત શરુઆતમાં હતી, જો કે પાછળથી જે ઇમારત હયાત હતી તેને જ તોડીને સંપૂર્ણપણે નવા બાંધકામની દરખાસ્તને પ્રધાન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અહિં નામ રિનોવેશનનું આપવામાં આવ્યુ હતુ પરંતુ PWD દ્વારા નવી જ ઇમારતનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. આ દરમિયાન બાંધકામ શરૂ કરતા પહેલા PWD દ્વારા મિલકતની માલિકી નક્કી કરવામાં આવી ન હતી. આ સિવાય MPD-2021 જે જમીન પુનઃવિકાસની બાબતોથી સંબંધિત જમીન કાયદો છે આ સિવાય, MPD-2021 એ જમીન પુનઃવિકાસની બાબતોથી સંબંધિત જમીન કાયદો છે તેનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. દિલ્હી પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ એક્ટ, 1994 મુજબ, 10 થી વધુ વૃક્ષો કાપવા માટે ટોચના અધિકારીની મંજૂરી આવશ્યક છે જેનાથી બચવા માટે કેજરીવાલ સરકારે 5 વખત અલગ-અલગ પહેલા 9, પછી 2, પછી 6, પછી 6 અને છેલ્લે 5 વૃક્ષો કાપવાની મંજૂરી લીધી હતી. વૃક્ષો પાંચ રાઉન્ડમાં કાપવામાં આવ્યા હતા. આમ પાંચ વખત મંજુરી દ્વારા કુલ 28 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. પર્યાવરણીય કાયદાઓના ઉલ્લંઘનને લગતો આ મામલો પણ OA 334/2023 માં NGT સમક્ષ પેન્ડિંગ છે. આ રિનોવેશનનો પ્રારંભિક ખર્ચ 15-20 કરોડ રૂપિયા હતો. જો કે, આ સમય સમય પર લંબાવવામાં આવ્યું હતું અને અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં કુલ રૂ. 52,71,24,570/- (અંદાજે રૂ. 53 કરોડ) ખર્ચવામાં આવ્યા છે, જે પ્રારંભિક અંદાજ કરતાં 3 ગણા કરતાં વધુ છે. વધુમાં, રેકોર્ડ દર્શાવે છે કે પ્રિન્સિપલ સેક્રેટરી (PWD)ની મંજૂરી ટાળવા માટે રૂ. 10 કરોડથી ઓછી રકમની વિભાજન મંજૂરીઓ ઘણી વખત લેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીએ કર્યો ખુલાસો

દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસમાં થયેલા રિનોવેશનને લઈને ભૂતકાળમાં ઘણો વિવાદ થયો છે. આ વિવાદ મામલે આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે કેજરીવાલ જે ઘરમાં રહે છે તે ઘર 1942માં બનાવવામાં આવ્યું હતું, ઘરની અંદરથી બેડરૂમમાં છત પરથી પાણી ટપકતું હતું. જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *