- સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્મ યોજાયો
- સહકારી આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
- તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના વર્તમાન સદસ્યએ ભાજપનો ખેસ પહેર્યો
અરવલ્લી જીલ્લામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તાલુકા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યકર્મ યોજાયો હતો. આ કાર્યક્રમ વખતે જ કોંગ્રેસ છોડીને જિલ્લાના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કેટલાક સહકારી ક્ષેત્રના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. મોડાસા શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન નાગરીક પુરવઠા પ્રધાને મોડાસા વિધાનસભા વિસ્તારને કોંગ્રેસ મુક્ત થયાની જાહેરાત કરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સાથે જોડાઈ ગયા હતા. કોંગ્રેસના આગેવાન અને સાબર ડેરીના ડીરેક્ટર તથા જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન સચિન પટેલ પણ કોંગ્રેસને છેલ્લી સલામ કરીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેધો હતો. આમાં આદમી પાર્ટીના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય રાહુલ સોલંકીએ પણ આઆપા નું ઝાડુ ફેંકીને ભાજપનો સાથે જોડાઈ ગયા હતા. 25 જેટલા આગેવાનો સાથે 300 જેટલા કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.